Homeગુજરાતવડોદરામાં કેજરીવાલ પર દાવ થઈ ગયો ! જૂઓ વિડીયોમાં શું થયું

વડોદરામાં કેજરીવાલ પર દાવ થઈ ગયો ! જૂઓ વિડીયોમાં શું થયું

-

Vadodara News : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓની આવનજાવન વધી ગઇ છે. તેમાં આમ આદમી પાર્ટી AAP ના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એક વાર ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ વડોદરામાં એરપોર્ટ પર આવતા જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ અંગે કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “મને રાજકારણ નથી આવડતું. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે. હું ગેરંટી આપું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.

જૂઓ વિડીયોમાં કેવું થયું વડોદરા

વધુ વાંચો- રાજકોટમાં ભાજપના આ નેતાનું પોલીસ સાથે ઘર્ષણ: પ્રોટોકલ તોડતા અટકાવાયા હતા

ગઈકાલે પંજાબના મુખ્યમંત્રીએ પણ જૂની પેન્શન યોજના અમલી બનાવવા કામગીરી શરૂ કરી દીધી છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણીમાં જિતાડવા કે હરાવવા માટે એ રાજ્યના સરકારી કર્મચારીઓ મોટી ભૂમિકા ભજવે છે. હવે ગુજરાત સરકારને અહંકાર આવી ગયો છે અને હવે આ સરકારને હટાવવી જરૂરી છે. અમે તમારી પાસે એક જ મોકો માગીએ છીએ.”

કેજરીવાલે એરપોર્ટ પર લોકોએ લગાવેલા મોદીના નારા અંગે જણાવ્યું હતું કે, “મારી સામે મોદી મોદીના નારા લાગ્યા પણ મને રાજકારણ નથી આવડતું. હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે. કોંગ્રેસ પણ મારી સામે નારેબાજી કરે છે.”

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...