Homeગુજરાતવડોદરાના તળાવમાંથી રૂપિયા 2000ની નોટો તરતી મળી

વડોદરાના તળાવમાંથી રૂપિયા 2000ની નોટો તરતી મળી

-

Vadodara News Gujarati વડોદરા : કેટલીક આશ્ચર્યજનક ઘટનાઓ એવી સામે આવતી હોય છે કે, પ્રથમ દ્રષ્ટીએ ભરોસો કરવો મુશ્કેલ હોય. આવી જ એક ઘટના સામે આવી છે રાજ્યના વડોદરામાં. વડોદરાના તળાવમાંથી રૂપિયા 2000ની ચલણી નોટોના બંડલ મળી આવતા તર્ક વિતર્કો શરૂ થયા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવાત તંત્ર પણ દોડતું થયું છે.

ઘટના એવી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM Narendra Modi18 જૂને વડોદરા આવી રહ્યાં હતા. પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવને સાફ-સફાઈ કરવાનું કામ શરૂ થયું હતું. કમલાનગર તળાવ સાફ કરવા માટે શ્રમિકોને તંત્ર દ્વારા કામે લગાડવામાં આવ્યા હતા. દરમિયાન શ્રમિકોની નજર તળાવમાં તરી રહેલી એક પ્લાસ્ટિકની કોથળી પર ગઈ હતી. શ્રમિકોને હાથ લાગેલી કોથળીમાં રૂપિયા 2000ની ચલણીનોટના બંડલ હતા (Bundle of Rupees 2000 notes found floating in Lake of Vadodara).

શ્રમિકે તરત જ સાથે રહેલા અન્ય શ્રમિકોને વાત કરી તળાવ પર હાજર રેલવે કોન્સ્ટેબલને આ બાબતે જણાવ્યું હતું. કોન્સ્ટેબલે પણ અચંબિત થઈ ગયો હતો અને તુરંત જ શહેર પોલીસને જાણ કરી સમગ્ર ઘટનાની વિગતો આપી હતી.

બપોદ પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તળાવમાંથી મળેલા રૂપિયાના બંડલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ ચલણી નોટના બંડલ પર ફૂગ હોવાના કારણે પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું કે, આ બંડલ ચાર-પાંચ દિવસ પહેલા કોઈએ તળાવમાં ફેંક્યા હોવા જોઈએ.

પોલીસે વધુ તપાસ માટે રૂપિયા 2000ની ચલણી નોટના બંડલ બેંકમાં જઈ ચેક કરાવ્યા હતા. જ્યાં તમામ નોટો અસલી હોવાનું ખુલ્યું હતું. આમ પોલીસે રૂપિયા 2000ના દરના ચલણી નોટના કુલ 5.30 લાખ કબ્જે કરી તપાસ આદરી છે. તળાવમાં આ બંડલ કોણે ફેંક્યા, કેમ ફેંક્યા અને ક્યારે ફેંક્યા એક કોયડો ઉકેલવા પોલીસે 15 જેટલા કેમેરાના રેકોર્ડિંગ ચેક કર્યા છે પરંતુ કંઈ હાથ લાગ્યું નથી તેવી માહિતી મળે છે. ત્યારે શહેરમાં ચર્ચા છે કે, આ બંડલ મળ્યાની આસપાસના દિવસોમાં નામાંકિત તબીબી સંસ્થાનમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા કર્યા હતા. માટે આ ઘટનાનું કનેક્શન દરોડા સાથે નિકળી શકે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...