Homeગુજરાતવિડીયો : વડોદરાની આ બેંકમાં ઘુસ્યા વરસાદના પાણી ગ્રાહકો ચિંતાતુર બની પહોંચ્યા...

વિડીયો : વડોદરાની આ બેંકમાં ઘુસ્યા વરસાદના પાણી ગ્રાહકો ચિંતાતુર બની પહોંચ્યા બેંક પર

-

વડોદરા : રાજ્યમાં વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા, ઘરમાં પાણી ભરાયા તેવા અહેવાલો સામે આવતા રહ્યાં છે. પંરતુ બરોડાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડોદરાની વિખ્યાત બેંક ઑફ બરોડાની બેંકના લોકર રૂમમાં પાણી ભરાયું હતું તેવું દેખાઈ રહ્યું છે.

વિડીયો Video મામલે પ્રાપ્ત વિગતો મુજબ બેંક ઑફ બરોડાની વડોદરા શહેરની ચાર દરવાજા શાખામાં ગતરોજ રવિવારે પાણી ભરાયા હતા. અંદાજિત દોઢ ઈંચ જેટલો વરસાદ ગતરોજ વડોદરામાં વરસ્યો હતો. દરમિયાન રવિવારે રજા હોય બેંકના કર્મચારી રજા પર હતા. પણ જ્યારે આજરોજ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકો લોકર રૂમમાં ગયા ત્યારે ચોંકી ઉઠ્યા હતા. લોકરનો દરવાજો ખોલી અંદર જતા ખ્યાલ પડ્યો કે લોકર રૂમ પાણીથી ભરેલો છે.

વધુ વાંચો- બોટાદમાં સંભવિત લઠ્ઠાકાંડ ? 8ના મોત કેટલાક દર્દી દાખલ હોવાના અહેવાલ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોઈ બેંક કે બેંકના લોકરમાં પાણી ઘુસ્યા હોય તેવી આ પ્રથમ ઘટના નથી. વરસાદ વરસે ત્યારે શહેરમાં પાણી ભરાતા હોય છે પંરતુ યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોય ઈમારતોની અંદર પણ પાણી ભરાય જતા હોય છે. આવી સ્થિતીમાં બેંક અને તંત્રના વાંકે ગ્રાહકોને નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે બેંક પર પણ લોકો ભરોસો કરતા ખચકાટ અનુભવવા લાગે છે.

Must Read