HomeગુજરાતMS યુનિવર્સિટીમાં ચૂંટણી પહેલા જ વિદ્યાર્થીઓના જૂથ બાખડી પડ્યાના દ્રશ્યો વાયરલ: વડોદરા

MS યુનિવર્સિટીમાં ચૂંટણી પહેલા જ વિદ્યાર્થીઓના જૂથ બાખડી પડ્યાના દ્રશ્યો વાયરલ: વડોદરા

-

Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)માં કોમર્સ વિભાગ યુધ્ધના મેદાનમાં ફેરાવઈ હતી. વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી વોટ્સએપ ગ્રુપમાંથ રિમૂવ કરવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો એવો વકર્યો હતો કે કેમ્પસ (MS University)માં લાકડી, ધોકા વડે મારા મારી થઈ હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવતા હાલ ઝઘડાનો વિડીયો વાયરલ Viral Video થયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીની વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી મામલે બે દિવસ બાદ સિન્ડીકેટની બેઠક મળવાની છે. તે પહેલા તો વિદ્યાર્થીઓએ બાખડવાનું શરૂ કરી દેતા ચૂંટણી પહેલા માહોલ બંધાયોની ચર્ચાઓ વહેતી થઈ હતી.

વિડીયો- રાજકોટમાં પત્રકારો સુધી પહોંચતી ક્રાઈમની માહિતી અટકી કેમ રહી છે ?

ખરેખર યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ચૂંટણી પહેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પ્રચાર શરૂ કરી દેવાયો છે. જોકે હજુ તો ચૂંટણી યોજવી કે નહીં અને ક્યારે યોજની તે મામલે નિર્ણય પણ લેવાયો નથી. આ માટે બેઠક મળે તે પહેલા જ વિદ્યાર્થીઓના જુથે હિંસક સ્વરૂપ ધારણ કરતા વિદ્યાર્થીઓ પણ ચિંતિત બન્યા છે.

મારામારીની ઘટના બાદ બંને વિદ્યાર્થી સંગઠનો સામ સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા. પોલીસે પણ બંને સંગઠનોની વિગતો સાંભળી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...