Vadodara viral video News Gujarati : દેશમાં મોંઘવારી ભડકે બળી રહી હોય તેવો માહોલ છે. પેટ્રોલ-ડિઝલના આસમાને આંબતા ભાવને કારણે સામાન્ય પરિવારના બજેટ ખોરવાયા છે. પરંતુ તેની અસર અન્ય કઈ પ્રકારની થઈ શકે તે પણ સામે આવી રહ્યું છે. Vadodara City Police એ ટ્વિટ કરેલા આ વીડિયો વાયરલ Video Viral થયો છે જેને જોઈ કોઈ પણ કહેશે કે આને કોણ સમજાવે ?
કમરતોડ મોંઘવારીના સમયમાં ટુ વ્હિલર પર બે નહીં પણ પાંચ લોકો બેસી જતા જોવા મળ્યા છે. આ ટ્રાફિક ભંગ તો કહેવાય જ પણ પરિવારના સભ્યના જીવ પણ જોખમાય તેવી ઘટના કહી શકાય.
જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા
સમગ્ર ઘટના એવી છે કે, વડોદરા પોલીસે ટ્વિટર હેન્ડર મારફતે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દ્વિ ચક્રી વાહન પર પાંચ સભ્યો સવાર છે. આ વીડિયો જન જાગૃતિ માટે પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
Vadodara viral Video વીડિયો: ટ્રાફિક પોલીસે શેર કરેલો વીડિયો વાયરલ
સતત વાહનોની સંખ્યામાં અને ટ્રાફિકની સમસ્યામાં વધારો થવાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે વડોદરા પોલીસે જન જાગૃતિ કેળવાય માટે ટ્રાફિક કેમ્પનું એક કેમ્પેન શરૂ કર્યું છે. જેમાં લોકોને ટ્રાફિક નિયમ બાબતે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે.
વધુ વાંચો – ફેસબુકનો પાસવર્ડ ભૂલી જશો ત્યારે આ કામ લાગશે જાણી લેજો !
એવામાં વડોદરા ટ્રાફિક પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્શન લખ્યું છે કે “હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા”. સાથે જ તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાને પણ ટેગ કરવામાં આવ્યા છે. હાલ આ વીડિયો વાયરલ થતા લોકોમાં ચર્ચા જગાવી છે.