HomeગુજરાતBJP ના મહિલા કોર્પોરેટરે પીધેલા પુત્રને છોડાવવા કરી પોલીસ સ્ટેશનમાં ઘમાલ: Vadodara

BJP ના મહિલા કોર્પોરેટરે પીધેલા પુત્રને છોડાવવા કરી પોલીસ સ્ટેશનમાં ઘમાલ: Vadodara

-

ગઈકાલે થર્ટી ફર્સ્ટની નાઈટ પર પોલીસ (Police) દ્વારા દારૂ પીધેલા લોકોને પકડવા સઘન ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે વડોદરા (Vadodara) ખાતે ભારતીય જનતા પક્ષના (BJP) મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો.

ગત રાત્રીના રોજ પોલીસે દારૂ પીધેલા લોકોને પકડવા સઘન કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વડોદરાના વોર્ડ નંબર 14 ના ભાજપના કોર્પોરેટર જેલમબેન ચોક્સીનો પુત્ર કુણાલ ચોક્સી દારૂના નશામાં પોલીસને હાથ લાગ્યો હતો.

ચાર દરવાજા વિસ્તામાં પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું. જેમાં કુણાલ ચોક્સી દારૂના નશાની હાલતમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા કુણાલને લઈ પોલીસ સિટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી માટે લઈ ગઈ હતી. પરંતુ ત્યાં મહિલા કોર્પોરેટર જેલમબેન પહોંચી પુત્રને છોડવવા માટે હોબાળો કરવા લાગ્યા હતા.

પોલીસ સાથે સંઘર્ષ અને ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમ જોવા મળ્યું હતુ. સુત્રોના અહેવાલ મુજબ આ ખેંચતાણમાં સ્થળ પર હાજર એક પોલીસ કર્મીનું જેકેટ ફાટી ગયુ હતુ.

આ ઘટનાનો કથીત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ કથીત રીતે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી તે સાંભળી શકાય છે. એવી પણ ચર્ચા છે કે કેટલાક મોટા નેતાઓ દ્વારા પણ કોર્પોરેટર પુત્રને છોડાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આમ દારૂના નશામાં ઝડપાયેલા પુત્રને છોડવવામાં કોર્પોરેટર માતાનો સત્તાનો નશો પણ ઉઘાડો પડી ગયો હતો.

Must Read