Homeલાઈફ સ્ટાઇલઆપની આસપાસ આ વૃક્ષ છે ? તો એ ખુબ ઉપયોગી થઈ શકે...

આપની આસપાસ આ વૃક્ષ છે ? તો એ ખુબ ઉપયોગી થઈ શકે તેમ છે, જૂઓ ફાયદાઓ

-

Huge Benefits and uses of Kadamba tree

કદંબના (Kadamb Tree) વૃક્ષ ભારત સહિત દક્ષિણ એશિયા (Asia) અને પૂર્વ એશિયામાં જોવા મળે છે. કદંબનું વૃક્ષ સુંદરતાથી (Beautiful Tree) ભરપુર હોવા સાથે ભરપૂર ઔષધીય ગુણ પણ ધરાવે છે. કારણ કે તેમાં કેટલીય પ્રકારની બિમારી સામે લડવાની ક્ષમતામાં મદદ કરવાના ગુણ હોય છે.

બ્લડ શૂગર લેવલ ઓછું કરવા માટે કેટલાય લોકો તોડ શોધતા હોય છે. પરંતુ આયુર્વેદિક રીતે તેમાં કદંબના પાન, મૂળ અને છાલ બ્લડ શૂગર ઘટાડવા માં મદદગાર થઈ શકે છે. કદંબના વૃક્ષના પાનમાં મેથનોલિક અર્ક હોય છે. જે બ્લડ શૂગરની તકલિફમાં મદદરૂપ થઈ શકે છે.

Kadamba tree
પ્રતિકાત્મક તસવીર

કદંબનું વૃક્ષ દુઃખાવા માટે પણ ઉપયોગી બને છે. દુઃખાવામાં રાહત મેળવવા માટે કંદબના વૃક્ષના પાન પર કપડું બાંધી રાખવાથી ફાયદો થાય છે. વૃક્ષના પાનમાં છાલ અને એનાલ્જેસિક તેમજ એન્ટીઈંફ્લેમેટરી તત્વો હોય છે જે દુઃખાવામાં રાહત આપી શકે છે.

કદંબના વૃક્ષની ઉપયોગીતા પ્રાચીન કાળમાં પણ નોંધાયેલી હતી. પ્રાચીન કાળમાં ચર્મ રોગની સારવાર કરવા માટે કદંબનો ઉપયોગ થતો હતો. કદંબના એન્ટી માઈક્રોબોયલ એજન્ટ તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હતો. વૃક્ષના અર્કની પેસ્ટ બનાવી તેનો ઉપયોગ બેક્ટેરિયા સામે કરવામાં આવતો.

કદંબના વૃક્ષમાં એન્ટીહેપેટોટોક્સિકના પણ ગુણ સમાયેલા છે. વૃક્ષમાંનું ક્લોરોજેનિક એસિડ તેને આ ગુણ પ્રદાન કરે છે. કેટલાક પ્રયોગોમાં તો કદંબના વૃક્ષના અર્કને લીવરની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.

કદંબના વૃક્ષની છાલ અને મૂળના પ્રયોગથી મોટાપાને કાબુમાં કરવાની ક્ષમતા હોય છે. તેમાં લિપીડનું સ્તર ઓછું હોવાથી મોટાપામાં પણ રાહત આપી શકે છે.

Huge Benefits and uses of Kadamba tree
પ્રતિકાત્મક તસવીર

કદંબમાં એન્ટીટ્યૂમર પ્રક્રિયા કરવાના ગુણ હોય છે. તેનો ઉપયોગ પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર તેમજ પેટના કેટલાક કેન્સર સહિતની સારવારમાં ઉપયોગી બની શકે તેમ છે. જે કોશિકાઓના વિકાસને નબળો પાડી દઈ વિકાસ થતો અટકાવી શકે છે. કદંબમાં રહેલા કેટાલક બાયોએક્ટિવ કંપાઉન્ડ કેમોથેરાપ્યૂટિક એજન્ટની જેમ કાર્ય કરી શકે છે.

પાચન અને પેટની સમસ્યામાં પણ કદંબ ઉપયોગી બની શકે છે. પેટના દુઃખાવા, ઝાડા, અપચો, ઉલ્ટી જેવી તકલિફોમાં કદંબ મદદરૂપ બની શકે છે. સાથે પાચન તંત્રને પણ મજબૂત અને સ્વસ્થ રાખે તેવા ગુણ કદંબમાં જોવા મળે છે.

Must Read