Homeરાષ્ટ્રીયવધુ એક જાતિવાદનો મામલો, બાળકોએ મહિલાએ બનાવેલા ભોજનનો ઉઠાવ્યો વાંધો

વધુ એક જાતિવાદનો મામલો, બાળકોએ મહિલાએ બનાવેલા ભોજનનો ઉઠાવ્યો વાંધો

-

આ રાજ્યમાં જાતિવાદનો મામલો, બાળકોએ દલિત મહિલાએ બનાવેલા મધ્યાહન ભોજન સામે ઉઠાવ્યો વાંધો – Upper caste students midday meal cooked by Dalit woman Uttarakhand gujarati samachar

ભારતે ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ આજે પણ અહીં ઉંચી-નીચની દિવાલ પડી નથી. નીચલી જાતિના લોકોને હજુ પણ નફરતની નજરે જોવામાં આવે છે. તાજેતરમાં જ ઉત્તરાખંડના( Uttarakhand ) ચંપાવત જિલ્લામાં હિંદુ ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ છેલ્લા અઠવાડિયાથી એક દલિત મહિલા દ્વારા રાંધવામાં આવેલું મધ્યાહન ભોજન ખાવાનો ઇનકાર કરી રહ્યા છે, જેના કારણે સામાજિક ભેદભાવ અને જાતિના પૂર્વગ્રહને લઈને વિવાદ થયો છે.

Upper caste students midday meal cooked by Dalit woman Uttarakhand gujarati samachar
Upper caste students midday meal cooked by Dalit woman Uttarakhand gujarati samachar | image credit : hindustantimes.com

અનુસૂચિત જાતિની મહિલા સુનિતા દેવીની તાજેતરમાં ચંપાવત જિલ્લાના સુખીધાંગ વિસ્તારના જૌલ ગામમાં સરકારી માધ્યમિક શાળામાં મધ્યાહન ભોજન માટે રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેમને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

ગવર્નમેન્ટ ઇન્ટર કોલેજના પ્રિન્સિપાલ પ્રેમ સિંહે કહ્યું,”પહેલા દિવસે ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ મિડ-ડે મીલ કોઈપણ સમસ્યા વિના ખાધું પરંતુ બીજા દિવસથી તેઓએ ભોજનનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું. તે મારી સમજની બહાર છે. કુલ 57 વિદ્યાર્થીઓ માંથી માત્ર 16 અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ જ અહીં ભોજન લીધું.”

Upper caste students midday meal cooked by Dalit woman Uttarakhand gujarati samachar
Upper caste students midday meal cooked by Dalit woman Uttarakhand gujarati samachar | image credit : thelogicalindian.com

સરકારના ધારાધોરણ મુજબ નિમણૂંક કરવામાં આવી છે

પ્રિન્સિપાલનું કહેવું છે કે તેમણે તમામ સરકારી ધારાધોરણો અનુસાર આ કામ માટે મહિલાની નિમણૂક કરી છે. તેમણે કહ્યું, ”અમને આ કામ માટે 11 અરજીઓ મળી હતી. આ પછી ડિસેમ્બરની શરૂઆતમાં યોજાયેલી વાલી શિક્ષણ મંડળ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ઓપન મીટિંગમાં મહિલાની પસંદગી કરવામાં આવી છે. સુખીધાંગ હાઈસ્કૂલમાં રસોઈયાઓ માટે 2 જગ્યાઓ છે. સુનિતા દેવીની નિમણૂક શકુંતલા દેવીની નિવૃત્તિ બાદ કરવામાં આવી છે.

ઉચ્ચ જાતિમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ ન કરવાનો આરોપ

માતા-પિતાનો આરોપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને પ્રિન્સિપાલે જાણી જોઈને મહિલાની ભરતી કરી છે. પેરેન્ટ ટીચર એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે આ ઓપન મીટીંગમાં અગાઉ પુષ્પા ભટ્ટની પસંદગી કરવામાં આવી હતી. તેમનું બાળક એ જ શાળામાં ભણે છે અને તે પણ જરૂરિયાતમંદ હતી પરંતુ દલિત મહિલાને નજરઅંદાજ કરીને નોકરી પર રાખવામાં આવી હતી. આચાર્યનું કહેવું છે કે તેમણે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે પરંતુ કેટલાક વાલીઓ બિનજરૂરી વિવાદ ઉભો કરી રહ્યા છે.

Must Read