Homeગુજરાતરાજકોટવોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર માર્યો

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર માર્યો

-

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો થયો હતો.

જેમાં આરોપી મખીભાઈ હાજીરફીક હડફા, રસીદભાઈ સાવાણી અને હનિફભાઈ કોડીએ ફરિયાદી યુવકને તમાચો માર્યો હતો. આ મારામારી દરમિયાન યુવકના પત્ની વચ્ચે પડતા આરોપીઓએ તેમને અપશબ્દો બોલીને છાતીના ભાગે માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

વધુ સમાચાર વાંચો: રાજકોટમાં બે આત્મહત્યાના કિસ્સા એકમાં પ્રેમ બીજામાં આર્થિક ભીંસ…

વધુ સમાચાર વાંચો: શાપર-વેરાવળ પાસે કારે બાઇકને ઠોકર મારતા મહિલાનું મોત

વધુમાં આરોપીઓએ યુવકને જાનથી મારી નાંખવાની ધમકા પણ આપી હતી. આરોપીઓ સામાજીક આગેવાનો હોવાથી ચકચાર મચી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી યુવકનો પણ ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. પોલીસે ત્રણે આરોપીઓ સામે મારામારીની સાથે છેડતીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...