મોરબી : આમ આદમી પાર્ટી AAP મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આજરોજ તારીખ 21 જૂલાઈના રોજ મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયાએ AAPમાં પ્રવેશ કર્યો છે. પંકજભાઈ રાણસિયાએ AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરી પ્રવેશ કર્યો છે.
રાણસરિયાના AAPમાં પ્રવેશ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. આવતિકાલે સવારે 9 વાગ્યે મોરબી AAPના કાર્યકરો દ્વારા પંકજ રાણસરિયાનું નવા બસ સ્ટેશન (Morbi) ખાતે સરદાર પટેલ પ્રતિમા પાસે સ્વાગત કરશે અને જિલ્લા કાર્યાલય પર અભિવાદન કરશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કાર્યકરો હાજર રહેશે તેવુ અખબારી યાદીમાં જણાવાયું છે.