UP Election Opinion Polls 2022: ફૈઝલ મનસુરી/તુષાર બસિયા: પાંચ રાજ્યોમાં કોણ બનાવશે સરકાર, UP Election જાણો એક્ઝિટ પોલ Exit Polls 2022 શું કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી 10 માર્ચે આવશે તમામ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામ.
પંજાબમાં એક્ઝિટ પોલ એક તરફી અનુમાન લગાવી રહ્યા છે. તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી રહ્યું છે. ગોવામાં પણ કૉંગ્રેસ સાથે ઉત્તરાખંડ જેવું જ થઈ રહ્યુ છે. જેમાં કૉંગ્રેસ આગળ તો છે પરંતુ બહુમતી સુધી પહોંચતી નથી દેખાઈ રહી.
ઉત્તરાખંડની જો વાત કરીએ તો અહી UP Election 2022: Congress કૉંગ્રેસ ભાજપ કરતા થોડુ આગળ છે પરંતુ સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા ખુબ જ ઓછી જણાય છે. મણીપુરમાં ભાજપ સરકારની વાપસી થઈ રહી હોવાનું તમામ સર્વે અનુમાન લગાવી રહ્યા છે.

UP Election 2022 opinion poll in Gujarati
ઉત્તર પ્રદેશમાં બધા એક્ઝિટ પોલ ભાજપની સરકાર ફરી બનવાનું અનુમાન લગાવી રહ્યા છે.
- ભાજપને એક્ઝિસ માય ઈન્ડિયા પ્રમાણે 288-326 સીટ મળવાનું અનુમાન છે.
- જ્યારે ABP C VOTER પ્રમાણે ભાજપના ખાતામાં 228-244 સીટ મળી શકે છે.
- જન કી બાતના સર્વે પ્રમાણે ભાજપને 222-260 સીટ મળવાનું અનુમાન છે.
અખીલેશની સમાજવાદી પાર્ટીની જો વાત કરીએ તો એક્ઝિટ પોલ પ્રમાણે સમાજવાદી પાર્ટી બીજા નંબર પર રહેશે. સમાજવાદી પાર્ટીને AAJ TAK AXIS MY INDIA પ્રમાણે 71થી 101 સીટ મળી શકે. જ્યારે APB NEWS C VOTER સમાજવાદી પાર્ટીને 132-148 સીટ અને TV9-પોલસ્ટ્રેટ પ્રમાણે 146-160 સીટ મળી શકે છે.

up election 2022 opinion poll aaj tak
આજતક એક્સીસ માય ઈન્ડિયા Aajtak axis my india ના પંજાબ, વિધાનસભા ચૂંટણી 2022 ના એક્ઝિટ પોલ સામે આવી ચૂક્યા છે, પંજાબમાં કુલ 117 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂતોના આંદોલને મુખ્ય ભાગ ભજવ્યાનું કહેવાય છે.
ત્યારે આજતકના એક્સીસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં સૌથી ઓછી બેઠકો ભાજપ BJP ને મળી છે, જ્યારે કોંગ્રેસની સ્થિતી સુધરી છે પરંતુ સરકાર બને તેવી સ્થિતી નથી. આજતક એક્સીસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં સરકાર બનાવવા તરફ આમ આદમી પાર્ટી જઈ રહી છે.
ટૂંકમાં પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં સૌથી વધારે બેઠકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી હાંસલ કરશે તેવું વલણ રહેવાનો અંદાજ છે.
up opinion poll 2022 c voter
આજ પ્રકારે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈ સી-વોટર એબીપીના એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. જે C Voter ના આંકડા મુજબ પંજાબમાં કુલ 117 બેઠકમાં આમ આદમી પાર્ટી આગળ રહેશે.
સી વોટરના આંકડા સાચા પડે તો પણ આમ આદમી પાર્ટીને સરકાર બનાવવામાં મથામણ કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ શકે. આમ તમામ સંભાવનાઓ વચ્ચે આમ આદમી પાર્ટી સી-વોટર સર્વેમાં પણ આગળ છે
up election exit poll 2022 Chankya ચાણક્ય News 24
ચાણક્ય News 24 ના એક્ઝિટ પોલ મુજબ પંજાબમાં સોથી મોટી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે. ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ પંજાબમાં ભાજપના સુપડા સાફ થઈ શકે છે. તો કોંગ્રેસને પણ મોટી સફળતા મળતી દેખાતી નથી.
જ્યારે TV-9 પોલસ્ટ્રેટ ના એક્ઝિટ પોલના આંકડા જોવા જઈએ તો પંજાબમાં કોંગ્રેસની સ્થિતી સુધરતી જણાય છે, જ્યારે આપ આદમી પાર્ટી આગળ હોવા છતાં પોલસ્ટ્રેટના આંકડામાં ચાણક્ય કરતા ઉતરતા આંકડા જોવા મળે છે.
Punjab Opinion poll 2022

Uttarakhand Election 2022 opinion poll
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામો પહેલા વિવિધ એક્ઝિટ પોલ સામે આવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના અંતિમ તબક્કાના મતદાન બાદ એકઝિટ પોલ સામે આવાવના શરૂ થયા હતા. જેમાં આજતક એક્સીસ માય ઈન્ડિયા Aajtak axis my india ના આંકડા મુજબ ભાજપ ઉત્તરાખંડમાં સૌથી આગળ છે.
જ્યારે બસપા સૌથી પાછળ દેખાઈ છે. કોંગ્રેસની સ્થિતીમાં તફાવત છે પંરતુ ખાસ તફાવત જોવા મળતો નથી.
તે જ રીતે C Voter ABP ના એક્ઝિટ પોલ તેમજ ચાણક્ય News 24 અને TV 9 પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ પણ સામે આવી ચૂક્યા છે. આ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ આગળ છે પરંતુ C Voter ABP ના આંકડા મુજબ ભાજપ કરતા કોંગ્રેસ થોડું વધારે આગળ જોઈ શકાય છે.
જ્યારે TV 9 પોલસ્ટ્રેટ ના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વધારે બેઠકોનો તફાવત જોવા મળતો નથી.

Goa opinion poll 2022
ગોવા વિધાનસભા ચૂંટણી 2022 ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આજતક એક્સીસ માય ઈન્ડિયા Aajtak axis my india ના એક્ઝિટ પોલના આંકડામાં વધારે બેઠકનો તફાવત જોવા મળતો નથી. એજ રીતે C Voter ABP ના એક્ઝિટ પોલમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે પાતળી હરિફાઈ હોવાનું જોવા મળી રહ્યું છે.
TV 9 પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ કોંગ્રેસ વચ્ચે વધારે તફાવત નહીં પણ અન્ય કરતા થોડી વધુ બેઠકોમાં તફાવત જોવા મળે છે. ટુંકમા કાંટે કી ટક્કરના એંધાણ છે.

Manipur Election Opinion Polls 2022
મણીપુરમાં ભાજપ સરકારની વાપસી થઈ રહી હોવાનું તમામ સર્વે અનુમાન લગાવી રહ્યા છે. એક્ઝિસ માય ઈન્ડિયા પ્રમાણે ભાજપને મણીપુરમાં 33-43 સીટ મળી શકે છે જ્યારે કૉંગ્રેસના હાથ માત્ર 4-8 સીટ આવી શકે છે.
જ્યારે એબીપી સી-વોટર પ્રમાણે ભાજપને 23-27 સીટ મળશે જ્યારે કૉંગ્રેસના ફાળે 12-16 સીટ જઈ શકે છે. મણીપુરમાં NPF પણ કિંગ મેકરની ભુમિકા ભજવી શકે છે. જેમાં તમામ સર્વે પ્રમાણે સરેરાશ જોઈએ તો એનપીએફને 5થી 8 સીટ મળી શકે છે.

UP opinion poll 2022 Quora+
વધુ opinion poll 2022 ની માહિતી મેળવવા નીચેની લિંક પર કલીક કરો.
up election opinion poll 2022 wiki
up assembly election 2022 opinion poll wiki