Homeરાજકારણયોગીનો દામન છોડ્યાના બીજા જ દિવસે મૌર્ય પર થઈ આ કાર્યવાહી, રાજકારણમાં...

યોગીનો દામન છોડ્યાના બીજા જ દિવસે મૌર્ય પર થઈ આ કાર્યવાહી, રાજકારણમાં ગરમાવો

-

યુપી ચૂંટણી 2022 – ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની (UP Assembly Election 2022) તારીખ જાહેર થઈ ગઈ છે. દરેક રાજકિય પક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતરવા તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે ભાજપના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનું (Swami Prasad Maurya) રાજીનામું (Left BJP) આવતા ભાજપમાં ભુકંપ આવ્યો હતો. અને હવે મૌર્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થતાની સાથે જ તેમના પર મોટી કાર્યવાહી કરતા રાજકારણમાં આક્ષેપ બાજી શરૂ થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ પક્ષ છોડ્યાના બીજા જ દિવસે તેમનું ધરપકડ વોરંટ નિકળ્યું છે. આ વોરંટ મુજબ તેમને 24 જાન્યુઆરી સુધીમાં કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ છે. મૌર્ય પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપ મુકવામાં આવ્યા છે, જેના સંદર્ભે આ વોરંટ સાંસદ-ધારાસભ્ય કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યું છે.

સ્વામી પ્રસાદ મૌર્ય એ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી તે મામલે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલો વર્ષ 2014 નો છે જેની સુનાવણી તારીખ 245 જાન્યુઆરીના રોજ થવાની છે. જે મામલે એડિશનલ ચીફ મેજીસ્ટ્રેટ સાંસદ-ધારાસભ્ય દ્વારા તેમનું અગાઉથી હાજર ધરપકડ વોરંટ ઈશ્યુ કરવાનો આદેશ કર્યો છે.

સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા આ બાબતે 2016માં હાઈકોર્ટનો સ્ટે લીધેલો હતો, પરંતુ તેમને 12 જાન્યુઆરીના રોજ હાજર થવાનું ફરમાન કરાયુ હતું પણ તેઓ હાજર ન રહેતા કોર્ટે તેમના સામે ફરી વખત ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યુ હોવાનું મીડિયાના અહેવાલો પરથી જાણવા મળે છે.

Must Read