UP Assembly Election 2022 : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 નું ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં રાજ્યાની 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સમાજવાદી પાર્ટી (SP) એ ચૂંટણી પંચને ટ્વિટર પર ફરિયાદો ટ્વિટ કરી કેટલીક સીટો પર ગંભીર ગરબડ હોવાનો આક્ષેપ Allegation on voting System લગાવ્યો છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીના મતદાનની શરૂઆતથી 5 કલાકમાં જ સમાજવાદી પાર્ટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ મારફતે 150 જેટલી ફરિયાદો ટ્વિટ કરી છે. હાલ આ આંકડામાં પણ વધારો સતત થઈ રહ્યો છે.
જૂઓ વીડિયો –ચૂંટણીની ટિકીટ નહીં મળતા નેતાજી આત્મહત્યા કરવા પહોંચ્યા
જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા
સમાજવાદી પાર્ટીના Samajwadi Party સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આક્ષેપ લગાવતી ટ્વિટ રવિવારના રોજ સવારે 8:03 વાગ્યે કરાઈ હતી. બાદમાં આ આંકડો દિવસભરમાં વધીને 150 આંબી ગયો છે. સતત ટ્વિટર પર ટ્વિટ કરી સમાજવાદી પાર્ટી દ્વારા મતદાનમાં ગરબડ થયાના આક્ષેપ લગાવી રહી છે. હાલ 59 બેઠકો પર વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં સમાજવાદી પાર્ટી મોટાપાયે ગેરરીતીના આક્ષેપ કરી રહી છે.
યુપી ચૂંટણી 2022 મત આપ્યો સાયકલને સ્લિપ બની કમળની UP Assembly Election 2022
જેમાં એક આક્ષેપ એવો છે કે કાનપુર ગ્રામિણ વિસ્તારની ભોગનીપુર વિધાનસભા બેઠક નંબર 208ના બુથ નંબર 121 પર સમાજવાદી પાર્ટીનું બટન દબાવવા છતાં ભાજપની સ્લિપ નિકળે છે. ચૂંટણી પંચે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ટ્વિટર મારફતે કરવામાં આવી હતી.
યુપી ચૂંટણી 2022 મત આપ્યો સાયકલને સ્લિપ બની કમળની UP Assembly Election 2022
આ બાબતે જિલ્લાના એક અધિકારી જેઓ ભોગનીપુર વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે તેમણે ટ્વિટનું ખંડન કર્યું છે. ઉપરાંત આ માહિતી બાબતે માહિતી મળી હોવાની પણ વાત કરી હતી. તેમજ ડી.એમ. નેહા શર્મા એ જણાવ્યું હતુ કે હાલ સુધીમાં મતદાનની ગોપનિયતા ભંગ થયાના ત્રણ કિસ્સા નોંધાયા છે જેમાં કાર્યવાહી કરવામાં આવશે.
એક ટ્વિટરમાં દાવો કરાયો છે કે, મૈનપુરી જિલ્લાની કરહણ વિધાનસભા વિસ્તારમાં કેટલાક બુથ પર ભાજપના ઉમેદવાર એસ.પી. સિંહ બઘેલ દ્વારા પોલિંગ પાર્ટીઓને ધમાકાવાઈ રહી છે. જે ખુબ જ ગંભિર મામલો છે અને ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા તુરંત ધ્યાન આપી નિષ્પક્ષ અને ભયમુક્ત ચૂંટણી કરાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.