Homeરાજકારણઅખિલેશ યાદવને કૃષ્ણ ભગવાને સપને જઈ આવુ કહ્યાનો દાવો

અખિલેશ યાદવને કૃષ્ણ ભગવાને સપને જઈ આવુ કહ્યાનો દાવો

-

Politics News: હાલ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh – UP) વિધાનસભાની ચૂંટણીના (Assembly Election) પડઘમ વાગી રહ્યાં છે. આવા ટાંકણીના સમયે દરેક રાજકિય પક્ષો પરિણામ પોતાની તરફ લાવવા જાત-જાતના કાવા દાવા કરે તે સ્વાભાવિક છે. પરંતુ સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) અખીલેશ યાદવે (Akhilesh Yadav)તો એવો દાવો કરી નાખ્યો કે સાંભળીને અચરજ પામી જવાય.

ભગવાન સપનામાં આવી કહી ગયા !

ઉત્તર પ્રદેશની (UP) વિધાનસભાની ચૂંટણી નજીક છ ત્યારે ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) પોતાનું જોર બતાવવા મેદાને આવી છે. એવામાં ઉત્તર પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી (CM) અખિલેશ યાદવ એ એવો દાવો ઠપકાર્યો છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમના સપનામાં આવી કહે છે કે ઉત્તર પ્રદેશમાં સરકાર સમાજવાદી પાર્ટીની બનવાની છે અને સમાજવાદી પાર્ટી રામરાજ્ય લાવશે !

BJPના ‘રામ નામ’ સામે સપા ખેલી ‘કૃષ્ણ કાર્ડ’ ?

અત્રે ઉલ્લેખનીય છે કે બી.જે.પી. અયોધ્યા (Ayodhya) ખાતે રામ મંદિરનું (Ram Temple) નિર્માણ કરાવી રામ નામનો પથ્થર તરે તેમ તરી જવા માંગે છે. ત્યારે બી.જે.પી.ના ‘રામ’ નામ સામે સમાજવાદી પાર્ટી એ ભગવાન કૃષ્ણનું કાર્ડ ખેલ્યુ છે.

ખરેખર રામરાજ્ય તો ત્યારે આવશે…

અખિલેશ યાદવ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતુ કે, ભગવાન શ્રી કૃષ્ણ મારા સપનામા આવે છે. કાલે પણ સપનામાં આવ્યા હતા અને રોજ આવી કહે છે કે, સમાજવાદી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, બી.જે.પી. રામ રાજ્યની વાતો કરે છે પણ ખરેખર સમાજવાદનો માર્ગ જ રામરાજ્યનો માર્ગ છે. જ્યારે સમાજવાદ સંપુર્ણ લાગુ પડી જશે ત્યારથી રામરાજ્યની શરૂઆત થઈ જશે.

આદિત્યનાથ પર તમામ ગંભીર કલમો નોંધાયેલી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (Cm Yogi Adityanath) ટાંકીને અખિલેશ એ કહ્યુ કે, જે માણસ પર તમામ ગંભીર કરલો નોંધાયેલી હોય તેને બી.જે.પી. એ મુખ્યમંત્રી બનાવી નાખ્યા છે. બી.જે.પી.માં તો કેટલાય નેતા છે જે લાંબા સમયથી પક્ષ માટે કાર્યકરે છે તેઓ કહે છે કે અમે ઘણી મહેનત કરી પણ ખબર નહીં ક્યાંથી આવ્યા અને હોદ્દો આપી દીધો.

Must Read