Homeગુજરાતગીર સોમનાથઉનાથી પસાર થતા નેશનલ હાઈવેને સિમેન્ટ રોડ બનાવાની માંગ કરવામાં આવી.

ઉનાથી પસાર થતા નેશનલ હાઈવેને સિમેન્ટ રોડ બનાવાની માંગ કરવામાં આવી.

-

Una News Update(ઉના): ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ (Punja Vansh MLA) ગઈકાલે નેશનલ હાઈવે રોડ ઉપર પડેલ ખાડા અંગે આંદોલન કરેલ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(Gujarat CM Bhupendra Patel), માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી, જીલ્લા કલેક્ટર ગીરસોમનાથ(Gir Somnath) તથા નેશનલ હાઈવે અધિકારી ગાંધીનગર, ભાવનગર, ગીર સોમનાથને લેખીતમાં રજૂઆત કરી છે કે ઉના શહેરમાં પસાર થતો નેશનલ હાઈવે સોમનાથ-ભાવનગર રોડ દર વરસે ચોમાસામાં ખાડા પડી જાય છે.

  • ઉનાથી પસાર થતો નેશનલ હાઈવે આરસીસી સિમેન્ટથી બનાવવા ધારાસભ્ય વંશની રજૂઆત
  • વરસાદી પાણીનો નિકાલ ન થતા રોડમાં મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી

સરકારનો દરવરસે મરામતનો લાખો રૂપિયા પાણીમાં જાય છે. અગાઉ પણ લેખીતમાંજણાવેલ હતું કે, લામધારના પાટીયાથી શરૂ કરી રેલ્વે ફાટક, ટાવર ચોક, ત્રિકોણબાગ, એસ.ટી. કરી છે.

બસસ્ટેન્ડ, વડલીચોક, મચ્છુન્દ્રી નદી ઉપર પુલ, રોકડીયા હનુમાન વ્યાજપુર સુધી ૮.૬૦ કિ.મી. રોડ બે ફૂટ જાડો આર.સીસી સિમેન્ટ નો બનાવાય તો કાયમી પ્રશ્નન હલ થઈ. શકે તેમ છે.

તો ગંભીરતા સમજી પ્રઝાના ટેક્ષના રૂપિયા નો સદુપયોગ થાય તે માટે વહેલી તકે રોડ મંજુર કરી બનાવવા માંગણી કરી છે.

વધુ વાંચો: વરલી મટકાનો જુગાર રમાડતા વૃધ્ધને ઝડપી પાડતી ગીર સોમનાથ LCB: ઉના

વધુ વાંચો: દારૂ ઘુસાડવાનો ગજબનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી: ઉના

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....