Homeઆંતરરાષ્ટ્રીયયુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ, તાકિદે ખાર્કિવ છોડવા એમ્બેસીની સલાહ

યુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ, તાકિદે ખાર્કિવ છોડવા એમ્બેસીની સલાહ

-

Russia Ukraine News in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ યુધ્ધના Russia Ukraine Conflict કારણે ભારતીય નાગરિકો ફસાયા છે. જેમાં યુક્રેનના ખાર્કિવ વિસ્તારને રશિયાની સરહદ પર હોય વધારે ખતરનાક માનવામાં આવે છે. ગઈકાલે કર્ણાટકના એક વિદ્યાર્થીના મૃત્યુના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે આજે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. ખાર્કિવમાં આજે વધારે એક ભારતીય વિદ્યાર્થીનું Second Indian Student Die in Ukraine એટેક આવી જતા મૃત્યુના અહેવાલ છે.

Indian Student Die Ukaraine: યુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ

પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક વિદ્યાર્થી ચંદન જિંદાલ Chandan Jindal 22 વર્ષીય યુવક છે. તે વિનિત્સિયા નેશનલ પાયરોગોવ, મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટી, વિનિત્સિયા યુક્રેનમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી ઇસ્કેમિક સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ ઇમરજન્સી હોસ્પિટલ વિનિટ્સિયા (કિવસ્કા સ્ટ્રીટ 68)માં દાખલ કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

વિદ્યાર્થીના પિતાએ ભારત સરકારને પત્ર લખી મૃતક દિકરાને વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. અગાઉ ગઈકાલે મંગળવારના રોજ હાવેરી જિલ્લાનો ચલાગેરીનો વતની નવીન શેખરઅપ્ફા યુક્રેનના ખાર્કિવના મિલિટ્રી હુમલાનો ભોગ બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ યુક્રેન સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા તાત્કાલિક ધોરણે ખાર્કિવ છોડવા જણાવાયું છે. આ માહિતી ટ્વિટ કરી એમ્બેસીએ અરજન્ટ એડવાઈઝરી તરીકે મેસેજ છોડ્યો છે. જેમાં ખાર્કિવમાં રહેતા ભારતીયોને તાત્કાલિક સુરક્ષા અને સલામતીના ધોરણે તાત્કાલિક ખાર્કિવ છોડવું જોઈએ. સાથે જ ખાર્કિવ છોડી નાગરિકોને પેસોચિન, બાબાયે અને બેઝ્લિઉડોવાકા તરફ શક્ય તેટલું જલદી નીકળી જાઓ અને 6 વાગ્યા સુધી ત્યાં પહોંચી જવા જણાવાયું છે.

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...