Russia Ukraine News in Gujarati : રશિયા યુક્રેનના સમાચાર : રશિયા યુક્રેન યુધ્ધનો Russia Ukraine War Video આજે દસમો દિવસ વિત્યો છે. ત્યાર અહેવાલો મળી રહ્યાં છે કે, યુક્રેની સેના રશિયન સેનાનો કિવ, ખારકિવ જેવા મોટા શહેરોમાં મુકાબલો કરી રહી છે. બંને પક્ષે સૈનિકો, મિસાઈલો વડે યુધ્ધ ચાલી રહ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. બંને પક્ષેથી પોતે મજબુત મુકાબલો કરી રહ્યાનો દાવો કરી રહ્યા છે. એવામાં યુક્રેનના રક્ષા મંત્રાલયે એક વિડીયો Video જાહેર કરતા દાવો કર્યો છે કે રશિયન હેલિકોપ્ટર તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
યુક્રેનની સેના એન્ટી ટેન્ક જેવલીન મિસાઈલ અને અન્ય હથિયારો દ્વારા રશિયાને મજબૂત રીતે જવાબ આપી રહી છે. યુક્રેન અને રશિયન સૈના વચ્ચે બે તબક્કાની વાતચીત બાદ કોઈ પરિણામ આવ્યું નથી. દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે મારિયુપોલ અને વોલ્નોવાખા શહેરમાં પાંચ કલાકના યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી, પરંતુ યુક્રેને રશિયા પર કરારનું ઉલ્લંઘન કરીને તોપમારો કરવાનો આરોપ લગાવ્યો છે.
Russia Ukraine War Video વિડીયો- યુક્રેને રશિયન હેલિકોપ્ટરને ઠાર કર્યાનો દાવો
યુક્રેનનું કહેવું છે કે, રશિયન સૈનાએ ગોળીબાર બંધ કરી સીઝ ફાયરનું વચન આપ્યું હતું. પણ તે વચન તેઓ એ પાળ્યું નથી. યુક્રેનના મારિયુપોલ શહેરને રશિયન સૈનિકો એ ઘણાં દિવસોથી ઘેરી રાખ્યું છે. ત્યારે શહેરમાં વીજળી, પાણી અને અન્ન જેવી જીવન જરૂરીયાતની ચીજોનું પણ સંકટ છે. લોકો હાડગાળે તેવી કાતિલ ઠંડી વચ્ચે પરેશાનીનો ભોગ બન્યા છે. ત્યારે યુક્રેને રશિયાની આ ઘેરાબંધીની તુલના બીજા વિશ્વયુદ્ધમાં નાઝી સેનાની લેનિનગ્રાડની ઘેરાબંધી સાથે કરી હતી. રશિયા એ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ 12 લાખ લોકો પાડોશી દેશોમાં ભાગી ગયા છે.
- જૂઓ વીડિયો – દુલ્હા-દુલ્હન બાખડી પડતા લગ્ન મારામારીમાં ફેરવાયા
મહત્વની વાત છે કે સમુદ્ર કિનારે મારિયુપોલ શહેરને કબ્જે કરી રશિયા એક મોટી વ્યુહાત્મક જીત મેળવી શકે છે. જેનાથી યુક્રેનની સમુદ્રી પહોંચને કાપી શકે છે.