Homeજાણવા જેવુંપદ્મશ્રી પ્રાપ્ત કરવા ઉઘાડા પગે પહોંચ્યા, પીએમ મોદીએ પણ કર્યું નમન -...

પદ્મશ્રી પ્રાપ્ત કરવા ઉઘાડા પગે પહોંચ્યા, પીએમ મોદીએ પણ કર્યું નમન – જાણો

-

પદ્મશ્રી પ્રાપ્ત કરવા ઉઘાડા પગે પહોંચ્યા તુલસી અમ્મા, પીએમ મોદીએ પણ નમન કર્યું તો – Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down

સોમવારે વર્ષ 2020ના પદ્મશ્રી યાદીમાં સામેલ હસ્તીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 114 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં તુલસી ગૌડાનું નામ પણ હતું, જેઓ પદ્મશ્રી (ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર) પ્રાપ્ત કરવા માટે ખુલ્લા પગે પહોંચ્યા હતા. તેમને જોઈને પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના પ્રશંસક બની ગયા અને તેમને નમન કર્યા.

કોણ છે તુલસી ગૌડા?

કર્ણાટકની 72 વર્ષીય આદિવાસી મહિલા તુલસી ગૌડા ‘જંગલોના જ્ઞાનકોશ’ તરીકે પ્રખ્યાત છે. પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે તે પારંપરિક પોશાકમાં ઉઘાડ પગે પહોંચ્યા, તે જોઈને બધા તેના ચાહક બની ગયા. તેમજ સોશિયલ મીડિયા પર લોકો પર્યાવરણ સંરક્ષણમાં તેમના યોગદાનની પ્રશંસા કરી (Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down)રહ્યા છે.

Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down
Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down | image credit : lifegate.com

જડીબુટ્ટીઓનું અદ્ભુત જ્ઞાન

કર્ણાટકમાં હલનાક્કી આદિવાસી જાતિના તુલસી ગૌડા એક ગરીબ અને વંચિત પરિવારમાં ઉછર્યા હતા. તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું પરંતુ તેમ છતાં આજે તેઓ ‘જંગલનો જ્ઞાનકોશ’ તરીકે ઓળખાય છે. 74 વર્ષીય તુલસી ગૌડા માટે છોડ બાળકો જેવા છે. નાના ઝાડીઓથી માંડીને ઊંચા વૃક્ષો સુધીના છોડની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે તેઓ સારી રીતે જાણકાર છે. તે ક્યારેય શાળામાં નથી ગયાં પરંતુ આ કળાને સમજવા માટે ઘણા રાજ્યોમાંથી યુવાનો તેમને મળવા આવે છે. વૃક્ષો અને જડીબુટ્ટીઓની પ્રજાતિઓનું તેમનું જ્ઞાન નિષ્ણાતો કરતાં વધુ છે. ઉંમરના આ તબક્કે પણ હરિયાળી વધારવા અને પર્યાવરણ બચાવવાનું તેમનું અભિયાન ચાલુ છે.

Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down
Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down | image credit : mamedia24.com

વન વિભાગમાં પણ નોકરી કરી ચૂક્યા છે

12 વર્ષની ઉંમરથી તેમણે હજારો વૃક્ષો વાવ્યા અને તેનું જતન કર્યું. તુલસી ગૌડા પણ અસ્થાયી સ્વયંસેવક તરીકે વન વિભાગમાં જોડાયા, જ્યાં તેમને પ્રકૃતિ સંરક્ષણ માટેના સમર્પણ માટે ઓળખવામાં આવ્યાં. ધીમે ધીમે તેમણે જંગલોમાં જેકફ્રૂટ, અંજીર અને અન્ય મોટા વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. વન વિભાગના અધિકારીઓ તેમના કામથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે તેમના દ્વારા વાવેલો એક પણ છોડ સુકાયો નથી. છોડ વિશેના તેમના જ્ઞાને અધિકારીઓને પણ વિચારતા કર્યા. બાદમાં તેમને વિભાગમાં કાયમી નોકરીની ઓફર કરવામાં આવી હતી, જ્યાં તેમણે સતત 14 વર્ષ સુધી કામ કર્યું હતું.

 1 લાખથી વધુ રોપા વાવ્યા છે

આજે 72 વર્ષની ઉંમરે પણ તુલસી પર્યાવરણીય સંરક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા માટે છોડનું પોષણ કરવું અને યુવા પેઢી સાથે તેમનું વિશાળ જ્ઞાનને શેર કરે છે. તેમણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ રોપા વાવ્યા છે. તુલસીએ વિશ્વભરમાં પર્યાવરણને થઈ રહેલા નુકસાન અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે વૃક્ષોનું કાપવું આવનારી પેઢીઓ માટે સારું નથી. તેમનું કહેવું છે કે પર્યાવરણ બચાવવા માટે બાવળ જેવા વૃક્ષો પણ વાવવા જોઈએ જેનાથી આર્થિક ફાયદો પણ થશે અને પ્રકૃતિની સુંદરતામાં પણ વધારો થશે.

Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down
Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down | image credit : lifegate.com

સાદું જીવન જીવવું

આજે પણ તુલસી ખૂબ જ સાદગીથી રહે છે. ચૂલા પર જ ખોરાક રાંધે છે. છેલ્લા 60 વર્ષમાં નાના-મોટા છોડની દેખરેખમાં તેમના દિવસો પસાર થઈ રહ્યા છે. પર્યાવરણ બચાવવા માટે તેમને ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડ, રાજ્યોત્સવ એવોર્ડ, કવિતા સ્મારક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા (Tulsi Amma reached barefoot to receive Padma Shri, PM Modi bowed down)છે.

વધુ વાંચો – viral video – હારથી ડરો છો તો બાળકનો આ વીડિયોને જરૂર જોવો જોઇએ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....