થોડા સમય પહેલા જ ભારતના અખબારોમાં એક અહેવાલ જોવા મળ્યો હતો. જેમાં રવાન્ડા નામના આફ્રિકન દેશમાં લોકો દારૂ બંધ કરી દૂધ પીવા લાગ્યાનું જોવા મળતું હતું. પરંતુ આવું કંઈ છે નહીં !
Truth In Gujarati – સત્ય જાણો ગુજરાતીમાં…
આફ્રિકાનો એક નાનકડો દેશ રવાન્ડા છે જેનો ઈતિહાસ ખરડાયેલો હોવા છતાં પણ વર્તમાન ઉજળું છે. જ્યાં ભારતના પ્રધાનમંત્રી ગાયની ભેટ આપે છે અને ભારતીય મીડિયામાં અહેવાલો છપાઈ છે. બાદમાં અહેવાલો ચમત્કાર થયો હોય તેવા પણ આવવા લાગ્યા. જેમાં જણાવાયું કે રવાન્ડાના લોકો ગાયોની ભેટથી પ્રભાવિત થયા અને દારૂ બંધ કરી બારમાં જઈ દૂધ પીવા લાગ્યા. ભારતના મીડિયા પાસે આ અપેક્ષા રાખી જ શકાય તેમાં કોઈ વાંધો નહીં. પરંતુ સત્ય કંઈ અલગ છે.
રવાન્ડામાં દારૂ ઠેર-ઠેર મળી રહે છે અને આજે પણ લોકો પહેલા જેટલું જ દારૂ-બિયર સેવન કરે છે. ભારતના પ્રધાનમંત્રી અહિં ગાય ભેટમાં આપી ગયા તેની જાણ પણ નહિવત લોકોને છે. સાથે જ જાણકારો જરા પણ આ ભેટથી પ્રભાવિત થયા નથી તેવું જણાય છે. પણ એ વાત ખોટી નથી કે લોકો દૂધ પીવે છે. ખોટી વાત એ છે કે લોકો બારમાં જઈ દૂધ પીવે છે.
હકિકતે રવાન્ડામાં દૂધની દુકાનો પર ગરમ દૂધ મળે છે, જેમ ભારતમાં કઢેલું દૂધ મળે અસલ તેમ જ. લોકો દૂધ પીવા જાય સાથે બ્રેડ જેવો નાસ્તો પણ કરે છે. પણ તેનાથી દારૂ પીનારા લોકો દૂધના રવાડે ચડી ગયા તેવું કહી શકાય તેમ નથી.
આ લખાણ ખુબ જવાબદારી પૂર્વક લખતા પહેલા ખાતરી કરી છે કે કેટલાક લોકો દૂધ અને નાસ્તો કરે અને દારૂ પણ પીવે છે, તો કેટલાક તો દારૂ પીને દૂધ પીવા માટે આવે છે. સાથે જ આ કોઈ આજકાલની દુકાનો કે દૂધ પીવાના સ્થળો બન્યા હોય તેવી વાત નથી. આવી દૂકાનો અઢળક અને વર્ષોથી છે.
હવે વાત રહી સત્યની તો એ વાચકો ખુબ સારી રીતે સમજી ગયા જ હશે. પ્રધાનમંત્રી આવ્યા, ગાયની ભેટ આપી અને દારૂ બંધ, દૂધ ચાલું… સમજદાર કો ઈશારા કાફી…