Homeજાણવા જેવુંઆદિવાસી વિદ્યાર્થીઓ માટે વરદાન બની રહ્યું છે સુપર 60, 40 વિદ્યાર્થીઓ થઈ...

આદિવાસી વિદ્યાર્થીઓ માટે વરદાન બની રહ્યું છે સુપર 60, 40 વિદ્યાર્થીઓ થઈ ચૂક્યા છે સફળ

-

આદિવાસી વિદ્યાર્થીઓ માટે વરદાન બની રહ્યું છે સુપર 60, કેમ્પસના 40 વિદ્યાર્થીઓ થઈ ચૂક્યા છે સફળ Tribal Students From Super-60 Special Campus Bag Seats IITs

બિહારના પ્રખ્યાત શિક્ષક આનંદ કુમારે જે રીતે તેમની સુપર 30 બેચમાં એવા 30 ગરીબ બાળકોને મફત કોચિંગ આપે છે જેઓ કંઈક સારું કરવાની ક્ષમતા ધરાવે છે. એ જ રીતે, સરિકાકુલમના આદિવાસી બાળકો માટે સુપર 60 નામની એક સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. સુપર 60માં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓ IIT અને NITમાં પ્રવેશ મેળવવામાં સફળ થઇ ચૂક્યા છે. આ સાથે અન્ય વિદ્યાર્થીઓએ નામાંકિત એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે.

આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સુપર 60ની શરૂઆત કરી હતી – Tribal Students From Super-60 Special Campus Bag Seats IITs

સુપર 60નો વિચાર એન્ટીગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સી સિથામપેટાના પ્રોજેક્ટ ઓફિસર સાયકાંત વર્માનો હતો. તેણે તેની શરૂઆત 3 ઓગસ્ટ 2019ના રોજ કરી હતી. આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી વર્માએ આ સુપર 60 કેમ્પસ માટે પ્રવેશ પરીક્ષા દ્વારા 60 વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી.

વર્ષ 2020 માં આ કેમ્પસના 12 વિદ્યાર્થીઓ IIT અને NIT માં તેમની બેઠકો મેળવવામાં સફળ થયા હતા. આ વિદ્યાર્થીઓએ 5 મહિનાના કોચિંગ બાદ જ આ સફળતા મેળવી હતી. 2020 કેમ્પસ ટોપર સવારા રવિતેજા હાલમાં IIT વારાણસીમાંથી BTechનો અભ્યાસ કરી રહી છે.

વિદ્યાર્થીઓને પાંચ મહિનામાં સફળતા મળી

રવિતેજાએ બાળપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેનો ઉછેર તેના કાકાના ઘરે રહીને થયો હતો. તેણે 2020માં સુપર 60માં પ્રવેશ મેળવ્યો હતો. 5 મહિનાના કોચિંગ પછી, રવિતેજાએ 832મો રેન્ક મેળવ્યો અને IIT વારાણસીમાં પ્રવેશ મેળવ્યો.

આ કોચિંગમાં 60માંથી 30 બેઠકો સમાજ કલ્યાણના વિદ્યાર્થીઓ અને 30 આદિજાતિ કલ્યાણ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ સિવાય આ બંને કેટેગરીમાં છોકરીઓ માટે 50% સીટો અનામત રાખવામાં આવી છે. સુપર 60 ની 2020-21 બેચના 58 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ IIT અને NIT માં તેમની બેઠકો મેળવી છે. આ કેમ્પસના 3 વિદ્યાર્થીઓને તેમની મહેનત અને સિદ્ધિ માટે અહીંના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી દ્વારા લેપટોપ પણ મળ્યા છે.

ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં, 2020-21 બેચની ટોપર બિદ્દિકા ઉદયે કહ્યું કે આ કેમ્પસ વિદ્યાર્થીઓને અનુભવી ફેકલ્ટી, ગુણવત્તાયુક્ત ખોરાક અને  સુવિધાઓ પૂરી પાડે છે. આ કેમ્પસ આદિવાસી વિદ્યાર્થીઓમાં પ્રખ્યાત થઈ રહ્યું છે જેઓ પોતાની કારકિર્દીને સફળતાના શિખરો પર લઈ જવા માગે છે.

ગુજરાતીમાં જાણવા જેવું – દેશનું એક એવું રેલવે સ્ટેશન, ત્યાં જવા માટે લેવા પડે છે વિઝા – જાણો

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....