37 C
Ahmedabad

મશીનની માફક કામ કરતા ભારતીયનો વિડીયો વાયરલ: કાર્યકુશળતા

Published:

Trending Video : કામમાં કુશળતાના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા વાયરલ બની જતા હોય છે. કેટલાક કાર્યકુશળ લોકો ફની ટ્રીક ઉપયોગ કરી ખાણી-પીણીની ચીજ વસ્તુ બનાવે છે તો કોઈ શાકભાજી કટીંગ કરે છે. કોમેડી કરીને પણ કેટલાક લોકો પોતાના લાગી ગલ્લાને પ્રમોટ કરતા જોવા મળે છે. પરંતુ કામદારો પણ કંઈ ઓછા કાર્યકુશળ નથી હોતા. કામદારનો આવો જ એક કાર્યકુશળતાનો વિડીયો વાયરલ Video Viral થયો છે. આ વિડીયો જોઈ અચંબિત થઈ જવાય તેમ છે. આ વિડીયોને ટ્વિટર પર Erik Solheim દ્વારા કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં કાર્ય કુશળ વ્યક્તિ દ્વારા કોબીજના પાછળના હિસ્સાને મશીનની ગતિથી કાપતો જોઈ શકાય છે. કોબીને કોથળામાં પેક કરતા પહેલા વધારાના પાન અને મૂળનો હિસ્સો અલગ કરવો પડે છે. આ વિડીયોમાં ત્રણ લોકો લયબધ્ધ રીતે કામ કરતા જોવા મળે છે જે જટીલ કામને મશીનની માફક કરે છે.

કાર્ય કુશળ ત્રણેય વયક્તિ પોતાના કામમાં માહેર હોય તેમ જણાય છે. જેના કારણે એક વ્યક્તિ નીચે પડેલા કોબીજના ઢગલામાંથી એક-એક કોબીજ ઉછાળીને હાથમાં ચાકુ સાથે ઉભેલા વ્યક્તિને આપે છે. ચાકુ દ્વારા આ વ્યક્તિ મૂળનો ભાગ ફટાફટ એક ઝાટકે જ કાપી નાખે છે અને કોથળામાં મુકવા માટે આગળ આપી દે છે. જ્યારે કોથળો પકડીને પેકિંગ કરી રહેલો વ્યક્તિ ફટાફટ તેને ઝડપી લઈ કોથળામાં ભરવા લાગે છે.

આ લયબધ્ધ કામ કરવાની પધ્ધતી લાંબા સમયની પ્રેક્ટિસ અને ખંતથી હાસલ થતી હોય છે. ટૂંકમાં આ ત્રણેય વ્યક્તિ આ કાર્યને સતત કરતા હોવા જોઈએ. જેથી તેઓ આ કામ કરવા માટે કુશળતા પામી ચુક્યા છે.

Trending Video મશીનની માફક કામ કરતા ભારતીયનો વિડીયો વાયરલ: કાર્યકુશળતા

https://twitter.com/ErikSolheim/status/1526029921503657984?s=20&t=qm1KTwnql5pEadbBhOdPmw

નોર્વેના ઓસ્લોના રહેવાસી એરિક દ્વારા વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા એરીકે કેપ્શન લખ્યું છે કે, ભારતને આ કારણે જ ઓટોમેશનની જરૂર પડતી નથી…

આ વીડિયોને 52 હજાર કરતા વધારે લોકોએ લાઈક અને 8 હજાર કરતા વધારે લોકોએ રીટ્વિટ કર્યો છે. સાથે જ ટ્વિટર યુઝર્સ આ વીડિયો પર પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યાં છે. આ વીડિયો બાબતે તમે પણ શેર કરી પોતાનો અભિપ્રાય આપી શકો છો.

Related articles

Recent articles