Monday, May 16, 2022

જૂઓ વીડિયો: સળગતી કારમાંથી કુતરાને પોલીસે જીવના જોખમે બચાવ્યો

Police Rescued Dog Trending Video viral : કુતરાની વફાદારીના કારણે લોકો તેને ખુબ પ્રેમ (Dog Lovers) કરતા હોય છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે જે કુતરાને જરા પણ પસંદ નથી કરતા. પરંતુ જ્યારે જીવદયાની Animal Lovers વાત હોય તો બંને વર્ગ સાથે ઉભા રહે છે. પરંતુ અમેરીકાના કોલોરાડોમાં બનેલી આ ઘટનાને સોશિયલ મીડિયા પર ખુબ જ સરાહનીય પગલું ગણાવી વખાણવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસે એક સળગતી કારમાંથી Burning Car કુતરાને જોખમ ખેડીને હેમખેમ બચાવી લીધુ હતું.

22 જાન્યુઆરીના રોજ અમેરીકાના કોલોરાડોમાં બનેલી એક ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ ચાલી રહી છે. જેમાં એક વીડિયો જોઈ લોકો પોલીસના સરાહનીય કાર્યના વખાણ કરતા નથી થાકતા. ડગલાસ કાઉંટી પોલીસે આ વીડિયો ફેસબુક પેજ પર શેર કર્યો હતો. જેમાં કુતરાના જીવ બચાવનાર (Dog Rescue) પોલીસ અધિકારીઓ પણ બતાવાયા છે.

વધુ વાંચો, વીડિયો જૂઓ : હરણની છલાંગ જોઇને તમે પણ ચોકી જશો

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વાહનમાં આગની ઘટના બાદ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરે છે. જ્યારે પોલીસને ખ્યાલ પડે છે કે સળગતી કારમાં એક કુતરો ફસાયો છે ત્યારે તુરંત કાચ તોડી તેને બચાવવાના કામે લાગી જાય છે. કાચ ફોડતાની સાથે જ આગથી ધધગતી કારમાંથી ધુમાડા છવાય જાય છે છતાં પણ પોલીસ કુતરાને બચાવી લે છે.

વીડિયો જૂઓ : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા

કુતરાનો માલીક કાચ તુટતા પોતાના કુતરાને બચાવવા પ્રયાસ કરે છે પરંત તે સફળ થતો નથી. ત્યારે પોલીસ કર્મી આગળ આવી જોખમ ખેડી કુતરાને બચાવવા પહોંચે છે.અને આખરે કુતરાને બચાવવામાં પોલીસ કર્મીને સફળતા મળે છે.

ધધગતી કારમાંથી કુતરાને બહાર કાઢી લઈ પોલીસ કર્મી તુરંત તેને બરફના ઢગલામાં મુકી દે છે. જેથી તેને આગની ગરમીથી તુરંત રાહત મળી રહે. આ વીડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો છે જેને જોઈ દરેક લોકો પોલીસના વખાણ કરી રહ્યા છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...