Today Trending Indian Airline flight landing video viral : બ્રિટનમાં હાલ યુનિસ EUNIC નામનું વાવાઝોડુ કેર વરસાવી રહ્યું છે. ત્યારે એક વિમાનને લંડનની ધરતી પર ઉતરાણ કરવા માટે મુશ્કેલી સર્જાય હતી.વાવાઝોડાના કારણે કેટલીક ફ્લાઈટ્સ ડિલે થઈ હતી તો કેટલીક તો રદ્દ થઈ ગઈ હતી. પરંતુ ભારતીય પાઈલટે કુનેહ પુર્વક ઝંઝાવાત વચ્ચે પણ વિમાનને સુરક્ષિત ઉતરાણ Safe landing કરાવી લોકોના દિલ જીતી લીધા છે. હાલ આ ખતરનાક ઉતરાણના દ્રશ્યો સોશિયલ મીડિયા Flight Landing Video પર વાયરલ થયા છે.
જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા
એર ઈન્ડિયાની ફ્રી ટિકિટ મેળવવા મામલે એર ઈન્ડિયા એ કહ્યું આવું
લંડનના હિથ્રો એરપોર્ટ પર એક વિમાન આકાશમાં હાલકડોલક થતું જોઈ શ્વાસ થંભી જાય તેવી સ્થિતી સર્જાઈ હતી. એરઈન્ડિયાનું વિમાન ખતરનાક વાતાવરણમાં ધરતી પર ઉતરાણ કરવા જઈ રહ્યું હતું. ત્યારે આ સ્થિતીને ભારતીય પાઈલટે કાબુમાં લઈ સફળ ઉતરાણ કરી બતાવ્યું હતુ. સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ જોઈ લોકો પાઈલટની કુનેહ અને કુશળતાના લોકો દિવાના બની ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર પાઈલટની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.
Trending Video વીડિયો ભારતીય પાઈલટે હાલકડોલક થતા વિમાનને કરાવ્યુ ઉતરાણ
વીડિયોમાં જોઈ શકાય છે કે હાલકડોલક થતા વિમાનને કાબુમાં રાખી કેવી રીતે પાઈલટે સફળતાથી લેન્ડિંગ સ્ટ્રીપ પર સફળતાથી વિમાન ઉતારી લીધુ હતુ. ટ્વિટર પર એક યુઝરે જય હિન્દ લખી કમેન્ટ કરી લખ્યું કે ડ્રિમ લાઈનર B787ને આટલી સરળતાથી ઉતરાણ કરાવી લેવું એ કુશળતાની વાત છે.
Trending Video વીડિયો ભારતીય પાઈલટે હાલકડોલક થતા વિમાનને કરાવ્યુ ઉતરાણ
આ ટ્વિટ બાદ ભારતના પ્રથમ મહિલા આઈ.પી.એસ. તરીકે ખ્યાતિ પામેલા કિરણ બેદીએ પણ ટ્વિટ કરી પાઈલટની પ્રશંસા કરી હતી.