Homeવાયરલ ખબરઘરની અંદર રાખેલા વાસણમાં સેંકડો સાપ મળ્યા, આખું ગામ ગભરાઈ ગયું -...

ઘરની અંદર રાખેલા વાસણમાં સેંકડો સાપ મળ્યા, આખું ગામ ગભરાઈ ગયું – જુઓ વિડીયો

-

Trending Video News : જો તમને ઘરની અંદર એકસાથે સેંકડો સાપ Snake જોવા મળે તો તમને કેવું લાગશે? સ્વાભાવિક છે કે તમે ગભરાટમાં આવી જશો અને તમારા હોશ ઉડી જશે. આવું જ કંઈક એક ગામમાં જોવા મળ્યું છે જ્યાં ઘરની અંદરથી એકસાથે ડઝનબંધ સાપ મળી આવ્યા છે. આ મામલો ઉત્તર પ્રદેશ (UP)ના આંબેડકર નગરનો છે. મળતી માહિતી મુજબ અહીં એક ઘરની અંદર સેંકડો સાપ Snake મળી આવ્યા છે. આ સાપ માટીના વાસણમાંથી Earthen Pot મળી આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં સાપ મળવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાપના આટલા મોટા ટોળાને એકસાથે જોઈને બધાને આશ્ચર્ય થાય છે.આ સાપ ક્યાંથી આવ્યા, આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

CCTV Video: રાજકોટમાં ખુલ્લે આમ યુવતીની છેડતી અને હુમલો, આ છે કાયદો અને વ્યવસ્થા ?

મામલો આલાપુર તહસીલ વિસ્તારના મદુઆના ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર ઘણા સમયથી બંધ પડ્યું હતું. આ સાથે એવી માહિતી પણ મળી છે કે આ સાપ ઝેરી નથી. હાલ ફોરેસ્ટ ટીમ રેસ્ક્યુ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં સાપ મળવાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સાપ હોવાની માહિતી મળતા જ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમામ સાપોને જંગલમાં છોડી દેવાની તૈયારીઓ કરવામાં આવી છે.

Trending Video News વિડીયો- ઘરની અંદર રાખેલા વાસણમાં સેંકડો સાપ મળ્યા

ત્યારે ગામમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં સાપ હોવાના કારણે ગ્રામજનોમાં એવી દહેશત પ્રવર્તી રહી છે કે ક્યાંક સાપોએ ગામને પોતાનું રહેઠાણ ન બનાવી દીધું હોય. તેઓ માને છે કે જો આટલી સંખ્યામાં સાપ એક જ જગ્યાએ જોવા મળ્યા હોય તો શક્ય છે કે ગામમાં અન્ય જગ્યાએ સાપોએ પડાવ નાખ્યો હોય અથવા ગામમાં વધુ સાપ હોય.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...