Homeવાયરલ ખબરઅપીલ છે આવું ન કરતા ! પુલ પર રોકાયેલી ટ્રેન ચાલુ કરવા...

અપીલ છે આવું ન કરતા ! પુલ પર રોકાયેલી ટ્રેન ચાલુ કરવા પાયલટે જોખમ વહોર્યાનો વિડીયો વાયરલ

-

Trending News ટ્રેન્ડિંગ ન્યૂઝ : સોશિયલ મીડિયા Social Media પર અવારનવાર આવા અદ્ભુત વીડિયો જોવા મળે છે, જેને જોયા પછી શ્વાસ અટકી જાય છે. હાલમાં જ એક લોકો પાયલોટનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને જોઈ પગ નીચેથી જમીન સરકી જાય તેવું જણાય છે. હકિકતમાં આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયો Video માં એક લોકો પાઈલટ ટ્રેનની નીચે જઈ ટ્રેનની એલાર્મ ચેઈનને રીસેટ કરીને પોતાનો જીવ દાવ પર લગાવતો જોવા મળે છે.

હાલમાં એક લોકો પાયલોટનો એક વીડિયો સોશિયલ મીડિયા ટ્વિટર Twitter પર ઝડપથી વાયરલ Viral થઈ રહ્યો છે. આ વિડીયોમા જોઈ શકાય છે કે એક ટ્રેન નદીના પુલ પર વચ્ચે જઈને અટકાઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ આ ટ્રેન મુંબઈથી 80 કિમી દૂર નદી પરના પુલ થોભી હતી. ટ્રેનને થોભી જવાનું કારણ એવું કહેવાય છે કે કોઈ મુસાફરે ટ્રેનની એલાર્મ ચેન બિનજરૂરી રીતે ખેંચી લીધી હતી. પરિણામે ટ્રેન બ્રેક થઈ ગઈ અને પુલ પર જ ઉભી રહી ગઈ હતી.

ટ્રેન પુલ વચ્ચે અટકી જતા મધ્ય રેલવેના એક વરિષ્ઠ આસિસ્ટન્ટ લોકો પાયલટે પોતાના જીવના જોખમે નદીના પુલ પર રોકાયેલી ટ્રેન ચાલુ કરવી પડી હતી. તેમને પુલ પર જોખમ લઈ નીચે ઉતરી ટ્રેનના એન્જીન નીચે જઈ તેને રિસેટ કરી હતી.

Trending News Video પુલ પર રોકાયેલી ટ્રેન ચાલુ કરવા પાયલટે જોખમ વહોર્યાનો વિડીયો વાયરલ

મહત્વની વાત છે કે, મધ્ય રેલવેએ શહેરથી લગભગ 80 કિલોમીટર દૂર ટિટવાલા અને ખડાવલી વચ્ચે બનેલી આ ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને મુસાફરોને બિનજરૂરી રીતે ટ્રેનોમાં એલાર્મ ચેન ન ખેંચવાની અપીલ કરી છે.  જે બાદ વીડિયો સામે આવ્યો અને લોકોએ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો છે.

આ વાયરલ થયેલા વિડીયોમાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘સહાયક લોકો પાયલટ સતીશ કુમાર 11059 ગોદાન એક્સપ્રેસ ટ્રેનની એલાર્મ ચેઈનને રીસેટ કરવાનું જોખમ લે છે, જે ટિટવાલા અને ખડાવલી સ્ટેશન વચ્ચે નદીના પુલ પર રોકાઈ હતી.’

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...