36 C
Ahmedabad

વિડીયો બનાવવાથી પરેશાન બાળકે પિતાને ખખડાવ્યા, કોમેડી વિડીયો થયો વાયરલ કહ્યું, શું છે…

Published:

Trending Video : આજકાલ સોશિયલ મીડિયા પર બાળકોના વિડીયો ધુમ મચાવતા રહે છે. ત્યારે એવો જ વધુ એક બાળકનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો Viral Video જોઈ લોકો બાળકની ડહાપણ ભરી વાતને કારણે હસી-હસીને પાગલ થઈ રહ્યાં છે. ક્યુટ બાળકનો પોતાના પિતા પર ગુસ્સે થઈ વિડીયો નહીં બનાવવા માટે અપિલ કરી સમજાવટ કરતો આ ફની Funny વિડીયો હાલ ઈન્ટરનેટ Internet પર વાયરલ થયો છે.

હાલ સોશિયલ મીડિયા Social Media પર કોમેડી કરવા સાથે સલાહ આપતા બાળકનો વીડિયો ધુમ મચીવ રહ્યો છે. જેમાં બાળક વાલીથી નારાજ થઈને પોતાનો ગુસ્સો કાઢતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાળક વિડીયો Video ઉતારતા પિતાનો ક્લાસ લેતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ કોમેન્ટ કર્યા વગર પોતાને રોકી નથી શકતા. – કાકાની અખબાર વેચવાની સ્ટાઈલે બનાવી દિધા ફેમશ, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે વીડિયો

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક બાળક શેરડીનો રસ પીતા-પીતા પિતા પર ગુસ્સો કરી રહ્યો છે. દરમિયાન વીડિયોમાં બાળકના પિતા ‘હેલો મૌલિક’ કહે છે. આ સાંભળીને બાળક ગુસ્સે થઈ જાય છે અને કહેવા લાગે છે, યાર શું છે છે ? મતલબ કે હું કંઈક ખાઉં, પીઉં, તમે જ્યાં પણ જાઓ ત્યાં કેમેરા સાથે! મતલબ કે હું ગઈ કાલે પોટી જઈ રહ્યો હતો, ત્યારે પણ હું કેમેરા સાથે દાખલ થયો. આ મારી સાથે જ નહીં દરેક બાળક સાથે થાય છે. દરેક બાળકના માતા-પિતા ઇચ્છે છે કે તે ઈન્ફ્લુઅન્સર બને. આખી જિંદગી આ કેમેરામાં ઘૂમી રહી છે. આખો દિવસ, વિડિઓ, વિડિઓ, વિડિઓ!” – વાહ… શું ભેજું છે ! ભેજાબાજ ખેડૂતનો ઠંડક માટેનો જુગાડનો વિડીયો વાયરલ: Desi Jugaad

ગુસ્સો કરી રહેલા બાળકની વાત સાંભળીને તેના પિતા એક મિનિટ માટે તો સ્તબ્ધ બની મૌન થઈ જાય છે. બાદમાં તેઓ બાળકને પૂછે છે કે, ‘આ  પાક્કું શેરડીનો રસ જ છે ને ?’ તેના પર બાળક કહે છે કે, હા ખુબ મસ્ત છે. મહેરબાની કરીને વીડિયો બનાવશો નહીં.

Funny Video Viral વિડીયો બનાવવાથી પરેશાન બાળકે પિતાને ખખડાવ્યા કોમેડી વિડીયો

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Molik Jain (@molikjainhere)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @molikjainhere નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લાઈક મળી ચૂક્યા છે.

યુઝર્સ આ વીડિયોને ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ સાથે ખૂબ જ ક્યૂટ અને ફની કોમેન્ટ્સ પણ કરવામાં આવી રહી છે. મૌલિક જૈનના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 16,000 ફોલોઅર્સ છે અને અત્યાર સુધીમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર 100 પોસ્ટ અપલોડ કરી છે.

Related articles

Recent articles