Homeરાષ્ટ્રીયદિલ્હી દંગાના આરોપી શાહરૂખનું સ્વાગત કરવા નિકળી ભીડ, પેરોલ પર આવ્યો હતો...

દિલ્હી દંગાના આરોપી શાહરૂખનું સ્વાગત કરવા નિકળી ભીડ, પેરોલ પર આવ્યો હતો બહાર: Viral Video

-

Trending Video News નવી દિલ્હી : દિલ્હી રમખાણો કેસના આરોપી શાહરૂખ પઠાણનો એક વીડિયો વાયરલ Video Viral થઈ રહ્યો છે. જેમાં શાહરૂખ પઠાણ Shahrukh Pathanનું ભીડ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, શાહરૂખ ભીડની સામે હાથ હલાવી તેમને જવાબ આપી રહ્યો છે. વર્ષ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો થઈ હતી. આ દરમિયાન શાહરૂખ પોલીસકર્મીઓ તરફ બંદૂક તાકતો જોવા મળ્યો હતો. મૌજપુર વિસ્તારનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.

દિલ્હી રમખાણો દરમિયાન પોલીસકર્મી તરફ પિસ્તોલ તાકતા યુવાનનો વીડિયો Video વાયરલ થયો હતો. જેના કારણે બાદમાં શાહરૂખની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી રમખાણોના કેસમાં કોર્ટે શાહરૂખને દોષિત જાહેર કર્યો હતો. 23 મેના રોજ શાહરૂખ થોડા કલાકો માટે પેરોલ પર બહાર આવ્યો હતો. આ પેરોલ તેને તેના બીમાર પિતાને મળવા માટે આપવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સજા મળ્યા બાદ પણ શાહરૂખના ચહેરા પર કોઈ અફસોસ કે પસ્તાવો નથી. જ્યારે તેના વિસ્તારના લોકો સેંકડોની સંખ્યામાં એકત્ર થઈને તેમનું સ્વાગત કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓની હાજરીમાં હાથ મિલાવવાનો પ્રયાસ કરતા પણ કેટલાક શખ્સો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં શાહરૂખને જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો છે.

વિડીયો- દિલ્હી દંગાનો આરોપી શાહરૂખનું સ્વાગત કરવા નિકળી ભીડ – Trending Video News

Must Read