35 C
Ahmedabad

વિડીયો- સાયકલમાં રાજાની માફક બાળકને લઈ જતી મા જીતી રહી છે સૌના દીલ

Published:

Trending Mother Status વાયરલ વિડીયો : મા એક એવો શબ્દ છે, જે પ્રેમ અને કરુણા દર્શાવે છે. માતા વિના વિશ્વની કલ્પના કરી શકાતી નથી. મા છે તો જગત છે, મા છે તો જીવન છે. માતા શબ્દનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે, માતા જ પોતાના બાળકોને દરેક કપરી પરિસ્થિતિમાં સારી રીતે રાખે છે. મનુષ્યની માતા હોય કે પ્રાણીઓની માતા હોય, તેઓ તેમના બાળકોની તેમના અંતિમ શ્વાસ સુધી સંભાળ રાખે છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દ્રશ્યો દિલમાં છવાઈ જશે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક માતા પોતાના બાળકને રાજાના પુત્રની જેમ ખુરશી પર બેસાડીને સાઈકલ (Mother bicycle Desi Jugaad for child) ચલાવી રહી છે. સમજી શકાય છે કે, આ મા પોતાના બાળકને સુરક્ષિત રાખવા માંગે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જૂઓ વિડીયો Trending Mother Status Video:

વાયરલ થઈ રહેલા આ વિડીયોને IPS અંકિતા શર્મા (IPS Ankita Sharma) @ankidurg એ શેર કર્યો છે, જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક પોતાની જાતને ખૂબ સુરક્ષિત માની રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોએ સોશિયલ મીડિયા પર નહીં પણ લોકોના દિલમાં જગ્યા કરી લીધી હોય તેમ લોકોની પ્રતિક્રિયાઓ મળી રહી છે.

Related articles

Recent articles