Handmade Luxury car video viral : વાયરલના આ જમાનામાં કલા એ ચીજ છે જે આપને કરોડો લોકોની વચ્ચે પણ મશહુર બનાવી દે છે. આજકાલ ટેલેન્ટનો જમાનો છે. દરેક જગ્યાએ ટેલેન્ટેડ વ્યક્તિની કદર થાય છે. કદર તો થાય છે સાથે ટેલેન્ટના જોરે લોકો સારી એવી કમાણી કરવા લાગ્યા છે. ટૂંકમાં જો આપ ક્રિએટીવ છો અને ટેલેન્ટ ધરાવો છો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે.
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શાનદાર કાર બનાવતા Car making process યુવકો નજરે પડે છે. ખાસ વાત એ છે કે યુવકો એ માટી, પ્લાસ્ટિક અને લોખંડના પાઈપ વડે કરોડોની કિંમતની કાર જેવી લક્ઝરી કાર બનાવી છે.
જૂઓ વીડિયો: પોલીસની જીપને ધક્કા મારતા જોઈ યુવાને ગજબની કોમેન્ટ્રી કરી
Latest trending car video : માટીથી બનાવી સડસડાટ દોડતી લક્ઝુરીયસ કાર
આ શાનદાર કાર અને યુવકોની કલા જોઈને લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. કબાડ જેવી વસ્તુઓથી બનાવેલી આ કાર સાચી કારને પણ માત આપી દે તેવી દેખાય છે. આ વીડિયોમાં કાર બનાવવાની સમગ્ર પ્રક્રિયા પણ જોવા મળે છે.
જૂઓ વીડિયો ઉડતી મોટરનો ! કેવી રીતે અને કોણ ચલાવી શકે આ કાર
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો મળીને એક કારનું નિર્માણ કરે છે. યુવકો દ્વારા માટી, પ્લાસ્ટીક અને ટીન સાથે લોખંડના પાઈપનો ઉપયોગ કરી કમાલ સર્જે છે. જેમાં તેઓ બુગાટી કંપનીની કરોડો રૂપીયાની કાર જેવી જ કાર બનાવે છે. આ કાર જોઈને પ્રથમ દ્રષ્ટીએ તો અસલી અને નકલી કાર વચ્ચે ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે.
કબાડમાંથી લાવેલુ એન્જીન યુવકો આ કારમાં ફીટ કરે છે. અને કારને ચાલી શકે તેવી પણ બનાવી દે છે. આ કારને રોડ પર ચલાવી હોવાનું પણ વીડિયો પરથી જણાય છે. હાલ આ યુવકોની કલાની કમાલ પર લોકો ફીદા થયા છે અને ધડાધડ વીડિયોના વ્યુ વધી રહ્યા છે.