અમિતજી વિંધાણી, હળવદ : હળવદ પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર નીકળતા વાહન ચાલકોને રોડ સેફટી અને નિયમોની જાણકારી સાથે વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવી ફરજિયાત છે જે નિયમો બાબતે પણ માહિતગાર કરીને જેઓએ રેડિયમ પટ્ટી નહોતી લગાવી તેમના વાહનો પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી તેઓને જાગૃત કરવાં પ્રયત્ન કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા છ મહિનામાં જ ૬૦ જેટલા ગંભીર અકસ્માતો થયા છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. ઘણાં પરિવારો દુઃખી થયા છે, જેની ગંભીરતા જોઈને લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી અને આરટીઓ ના નિયમોનું પાલન કરે એવા હેતુથી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માગૅદશૅન હેઠળ હળવદ પીઆઇ એમ.વી.પટેલ, પીએસઆઇ રાજેન્દ્રદાન ટાપરીયા તથા સ્ટાફ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
વધુ વાંચો- ઈ-મેમો મામલે NSUIની રાજકોટમાં ‘બોજમુક્ત રાજકોટ’ સાયકલ યાત્રા, આગેવાનો અને કાર્યકરોની અટકાયત
વધુ વાંચો- રમત-ગમતની કોઈ ઉંમર ન હોય : 50 વર્ષની વયે ગોળાફેંકમાં રજત ચંદ્રક હાંસલ કરતા ઉકરડા ગામની શાળાના આચાર્ય