Homeગુજરાતસુરતગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટોય ટ્રેન હોટલ, જ્યાં ભોજન ટ્રેનથી પિરસાય...

ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટોય ટ્રેન હોટલ, જ્યાં ભોજન ટ્રેનથી પિરસાય અને શહેરના વિસ્તાર પરથી ટેબલના નામ

-

Toy Train Restaurant in Gujarat : ગ્રાહકોને આકર્ષવા હોટલના માલિકો અજબ- ગજબ પ્રયોગો કરે છે. તેવામાં પોતાના ભોજન Food માટે પ્રસિદ્ધ સુરત સીટી Surat City કેવી રીતે પાછળ રહે. સુરત માટે કહેવાય છે કે સુરતનું ખાવાનું અને કાશીમાં મરવાનું એ સૌભાગ્યની વાત છે. હાલમાં સુરતની એક હોટલ Hotel ખુબ ચર્ચામાં છે જ્યાં વેઈટરથી નહીં પરંતુ ટોય ટ્રેનથી ખાવાનું પીરસવામાં Toy Train Serving Food in Restaurant આવે છે. આ ટોય ટ્રેન રેસ્ટોરન્ટ કેવી રીતે કામ કરે છે તેનો વીડિયો Video જોઈ ખરેખર એક વખત હોટેલની મુલાકાત લેવાનું મન થઈ જાય તેમ છે.

ટોય ટ્રેનની થીમવાળી આ રેસ્ટોરંટમાં ગ્રાહકો પાસેથી ટ્રેન પસાર થાય છે અને તેના દ્વારા તેમને ખાવાનું પહોંચાડાય છે. પોતાની ટેબલ પરથી ટોય ટ્રેન પસાર થતા જોઈ લોકો ખુબ જ ખુશ થાય છે અને ગ્રાહકોને આ રેસ્ટોરંટ ખુબ પસંદ આવી રહ્યું છે. આ ટ્રેન કેવી રીતે કામ કરે છે તેનો દ્રશ્યો સોશિયલ મીડિયા પર વહેતા થતા લોકો વિવિધ પ્રતિભાવો આપી રહ્યાં છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Toy Train Serving Food to customer

Toy Train Restaurant in Gujarat/ શરૂ થઈ ટોય ટ્રેન હોટલ જ્યાં ભોજન ટ્રેનથી પિરસાય છે

સુરતના લોકોમાં આ ટોય ટ્રેન હોટલને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ વાત તો એ છે કે ટેબલના નામ પણ સુરત શહેરના વિસ્તારોના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ જ ટેબલ પર ગ્રાહકોને ટોય ટ્રેનથી જમવાનું પરોસવામાં આવે છે. સ્વાદ માટે પ્રસિદ્ધ સુરતીઓના સુરતમાં ટોય ટ્રેનની હોટલને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતીમાં વધુ સમાચાર વાંચો –

કંપારી ચડાવે તેવો વીડિયો- બચાવ કામગીરી દરમિયાન હેલિકોપ્ટરમાંથી નીચે પટકાયો શખ્સ

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...