Homeજાણવા જેવુંટેક્નોલોજી દુનિયામાં સફળતાનો ઝંડો લહેરાવી રહી છે આ ભારતીય મહિલાઓ

ટેક્નોલોજી દુનિયામાં સફળતાનો ઝંડો લહેરાવી રહી છે આ ભારતીય મહિલાઓ

-

ટેક્નોલોજી દુનિયામાં સફળતાનો ઝંડો લહેરાવી રહી છે ભારતીય મૂળની આ મહિલા CEO

જાણો આ ભારતીય મહિલાઓએ કેવી રીતે ટેક્નોલોજી દુનિયામાં સફળતાનો ઝંડો લહેરાવીયો – Top Indian Women In Technology janva jevu

જ્યારથી પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા છે, ત્યારથી જ દુનિયાની ટેક કંપનીઓમાં ભારતીયોનો ધ્વજ લહેરાવવાની ચર્ચા છે. જોકે ઘણા ઓછા લોકો જાણે છે કે વિશ્વની ઘણી મોટી ટેક કંપનીઓના સીઈઓ ભારતીય મૂળની મહિલાઓ છે. આવો અમે તમને ભારતીય મૂળની આવી જ 5 સફળ મહિલાઓ વિશે જણાવીએ.

અંજલિ સૂદ- anjali sud vimeo

Vimeoના CEO અંજલિ સૂદ 2014થી કંપની સાથે જોડાયેલા છે. તેઓ આ કંપનીમાં ગ્લોબલ માર્કેટિંગ હેડ તરીકે જોડાયા હતા. 38 વર્ષની અંજલિ સૂદ અમેરિકાના ફ્લિન્ટ (મિશિગન)માં મોટી થઈ છે. તેના માતા-પિતા વિદેશી ભારતીય છે. Vimeo Inc. અમેરિકન વીડિયો હોસ્ટિંગ અને શેરિંગ કંપની છે.

Top Indian Women In Technology janva jevu
Top Indian Women In Technology janva jevu | image credit : masala.com

રેવતી અદ્વૈથી – Revathi Advaithi

ફ્લેક્સના સીઈઓ રેવતી અદ્વૈતી ભારતમાં મોટા થયા છે. તે Uber અને Catalyst.org જેવી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ છે. તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને Thunderbird School of Global Management માંથી MBA કર્યું છે. લગભગ 55 વર્ષીય રેવતીના પિતા એ.એન. સ્વામી કેમિકલ એન્જિનિયર હતા. ભારતમાં તેમનો પરિવાર બિહાર, ગુજરાત, આસામ અને તમિલનાડુમાં રહે છે. ફ્લેક્સ લિમિટેડ અમેરિકા-સિંગાપોર સ્થિત ઇલેક્ટ્રોનિક્સની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે.

Top Indian Women In Technology janva jevu
Top Indian Women In Technology janva jevu | image credit : fortune.com

જયશ્રી ઉલ્લાલ – Jayshree Ullal

Arista નેટવર્ક્સના CEO જયશ્રી ઉલ્લાલને વર્ષ 2008માં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમણે AMD, Fairchild Semiconductor અને Ciscoમાં કામ કર્યું છે. તેમણે અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે. તેમણે સાન્ટા ક્લેરા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. જયશ્રી જે હવે 60 વર્ષની છે, તેમનો જન્મ લંડનમાં થયો હતો, પરંતુ તેમનું સ્કૂલિંગ દિલ્હીમાં જ થયું હતું. Arista Networks એ અમેરિકન કમ્પ્યુટર નેટવર્કિંગ કંપની છે.

Top Indian Women In Technology janva jevu
Top Indian Women In Technology janva jevu | image credit : forbes.com

પ્રિયા લાખાણી – Priya Lakhani

ભારતીય મૂળની પ્રિયા લાખાણી સેન્ચ્યુરી ટેકના સ્થાપક અને સીઈઓ છે. બ્રિટન કેન્દ્રિત સેન્ચ્યુરી ટેક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત લર્નિંગ ટેક્નોલોજી વિકસાવે છે. તેની પાસે શિક્ષકો, ન્યુરોસાયન્ટિસ્ટ અને ટેક્નોલોજીસ્ટની ટીમ છે જેઓ શાળાઓ અને કોલેજો માટે AI સાધનો વિકસાવે છે. પ્રિયા લાખાણીએ મીડિયા અને બ્રોડકાસ્ટિંગ લોમાં એલએલએમ કર્યું છે. આ સિવાય તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી મીડિયા લોમાં લો અને માસ કોમ્યુનિકેશનનો કોર્સ કર્યો છે. તેમણે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી કાયદા અને અર્થશાસ્ત્રમાં બીએ કર્યું છે.

Top Indian Women In Technology janva jevu
Top Indian Women In Technology janva jevu | image credit : juliusbaer.com

નીતા માધવ – Nita Madhav

Metabiotaના CEO નીતા માધવ  પણ ભારતીય મૂળની એક વિશિષ્ટ પ્રતિભા છે. Metabiota વિશ્વભરમાં ચેપી રોગોથી થનારા આરોગ્ય અને આર્થિક જોખમોને ઘટાડવામાં સરકારો અને વ્યવસાયોને મદદ કરે છે. કંપની આ કામ ડેટા સાયન્સ, એનાલિટીકલ ટૂલ્સ વગેરે દ્વારા કરે છે. નીતા માધવે યેલ યુનિવર્સિટીમાંથી ઇકોલોજી અને ઇવોલ્યુશનરી બાયોલોજીમાં ડિગ્રી અને એમોરી યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

Top Indian Women In Technology janva jevu
Top Indian Women In Technology janva jevu | image credit : lmarks.com

ગુજરાતીમાં જાણવા જેવું – આ મહિલાઓએ વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવી ભારતનું માથું ઊંચું કરયુ

Must Read