Homeજાણવા જેવુંઆ છે ભારતના 5 ઠંડા સ્થળો, જ્યાં પડે છે હૃદયને ડોલાવી નાખે...

આ છે ભારતના 5 ઠંડા સ્થળો, જ્યાં પડે છે હૃદયને ડોલાવી નાખે તેવી ઠંડી

-

જાણો – ક્યાં 5 સ્થળોએ ખુબજ ઠંડી પડે છે – Top 5 Coldest Places in India janva jevu

શિયાળાની ઋતુમાં સહેજ પણ ઠંડી વધતાં જ શરીર ધ્રૂજવા લાગે છે. તાપમાનનો પારો 10થી નીચે જતા જ લોકો ઠંડીમાં ઠુઠવાય રહે છે. લોકો ગરમ કપડાં અને ગરમ વસ્તુઓ ખાઈને ઠંડીથી બચવાનો પ્રયાસ કરે છે. શું તમે ભારતમાં એવા સ્થળો વિશે જાણો છો

જ્યાં દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રેકોર્ડ બ્રેક ઠંડી પડે છે. અહીં હિમવર્ષા અને ઠંડા પવનો વચ્ચે માનવી માટે જીવવું મુશ્કેલ બની જાય છે. આવો આજે અમે તમને દેશની એવી જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે.

લદ્દાખ

હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે આવેલા લદ્દાખને ઓક્ટોબર 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે નવી ઓળખ મળી. લગભગ 2,70,000 લોકો અહીં તિબ્બતી સંસ્કૃતિને અનુસરે છે. ઠંઠીની ઋતુમાં જાન્યુઆરી મહિનામાં અહીં સરેરાશ તાપમાન લગભગ -12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.

Top 5 Coldest Places in India janva jevu
Top 5 Coldest Places in India janva jevu | image credit : thrillophilia.com

જ્યારે સૌથી વધુ તાપમાન માત્ર -2 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉનાળાની ઋતુમાં જ અહીં જવાની સલાહ આપવામાં આવે છે. શિયાળામાં ભારે હિમવર્ષા અને ઓછું તાપમાન કોઈપણ માટે સમસ્યા બની શકે છે.

લાચેન અને થાંગુ ખીણ

સિક્કિમના ઉત્તર ભાગમાં સ્થિત લાચુન અને થાંગુ ખીણ પણ એક મહાન પર્યટન સ્થળ માનવામાં આવે છે. લગભગ 2,500 મીટરની ઉંચાઈ પર સ્થિત જાન્યુઆરીમાં આ સ્થાનનું સરેરાશ તાપમાન -10 થી -15 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે.

Top 5 Coldest Places in India janva jevu
Top 5 Coldest Places in India janva jevu | image credit : hotelscontactnumber.in

આ સિવાય અહીંનું તાપમાન આખા વર્ષ દરમિયાન લગભગ શૂન્ય ડિગ્રી પર રહે છે.

તવાંગ

અરુણાચલ પ્રદેશનું તવાંગ પણ ભારતના સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે. આ સ્થળ પ્રવાસીઓમાં પણ ઘણું પ્રખ્યાત છે. શિયાળાની ઋતુમાં થતી ભારે હિમવર્ષા અને હિમપ્રવાહને કારણે આ ઓફબીટ પર્યટન સ્થળ ગણાય છે.

Top 5 Coldest Places in India janva jevu
Top 5 Coldest Places in India janva jevu | image credit : tourmyindia.com

તે ભારતના સૌથી ખતરનાક અને ઠંડા સ્થળોમાંનું એક છે. શિયાળાની ઋતુમાં આ સ્થળનું તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે.

સિયાચીન ગ્લેશિયર

ભારતના સૌથી ઠંડા સ્થળનું ખિતાબ સિયાચીન ગ્લેશિયર પાસે છે. લગભગ 5,753 મીટરની ઉંચાઈ પર સ્થિત આ સ્થાનનું તાપમાન જાન્યુઆરીમાં -50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ ઘાતક ઠંડીનો સામનો કરતી વખતે ભારત અને પાકિસ્તાનના ઘણા સૈનિકો અહીં તૈનાત રહે છે.

Top 5 Coldest Places in India janva jevu
Top 5 Coldest Places in India janva jevu | image credit : news.climate.columbia.edu

ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો છે જેમાં સૈનિકો બરફથી જામી ગયેલા ઈંડા, ટામેટાં અને જ્યુસને હથોડીથી તોડતા જોવા મળે છે. અહીં વિપરીત પરિસ્થિતિમાં હજારો સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

સેલા પાસ

પૃથ્વી પરનું આ બર્ફીલા સ્વર્ગ ‘આઇસબોક્સ ઓફ ઈન્ડિયા’ તરીકે પ્રખ્યાત છે. દરિયાની સપાટીથી લગભગ 4,400 મીટરની ઊંચાઈએ સેલા પાસ આવેલું છે, જે લગભગ આખું વર્ષ બરફના પડથી ઢંકાયેલું રહે છે.

Top 5 Coldest Places in India janva jevu
Top 5 Coldest Places in India janva jevu | image credit : br.pinterest.com

આખા વર્ષ દરમિયાન આ પર્વતમાળા ઠંડા પવનો અને હિમપ્રવાહ સાથે અથડાય છે. આ સ્થાનનું તાપમાન -15 ડિગ્રી સુધી જાય છે.

ગુજરાતીમાં જાણવા જેવું – કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી જાણો આ 5 મોટા કારણો.

Must Read