Homeવાયરલ ખબરવિડીયો- મફતમાં પાણીના ધોરીયાને કાબુમાં કરવા ખેડૂતોનો દેશી જુગાડ આ રહ્યો

વિડીયો- મફતમાં પાણીના ધોરીયાને કાબુમાં કરવા ખેડૂતોનો દેશી જુગાડ આ રહ્યો

-

Today’s Viral Video News :ઈન્ટરનેટની ક્રાંતિ બાદ દુનિયા જાણે સાવ નાનકડી બની ગઈ હોય તેમ માહિતીની આપલે થાય છે. ત્યારે ઈન્ટરનેટ Internet એક એવી દુનિયા બની ગઈ છે જેમાં તમામ પ્રકારના વિડીયો Video સંગ્રહાયેલા છે. ચાહે પછી કોમેડી વિડીયો Funny video હોય કે પછી દેશી જુગાડના વિડીયો. સોશિયલ મીડિયા Social media પર દેશી જુગાડના વિડીયો વારંવાર વાયરલ થતા હોય છે.

જુગાડ એ એક પ્રકારની પ્રતિભા છે. મુશ્કેલમાં મુશ્કેલ કામને સરળ કરવા માટે ઘરગથ્થુ ઉપાયથી પ્રતિભાશાળી લોકો જુગાડની મદદથી સરળ કરી નાખે છે. કેટલાક લોકો તો હાસ્ય ફેલાવે તેવા જુગાડ બનાવે છે પણ કેટલાક તો ક્યારેક જુગાડથી એવા કામ કરે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. જરા સોશિયલ મીડિયા વાયરલ વિડીયોમાં જુઓ આ જુગાડ Desi Jugad કેવી રીતે કામ કરી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ એ ખેતરમાં કામને સરળ કેમ કર્યું છે. ખરેખર આ કામ કરવા પાછળ તેને વહેતા પાણીને ઝડપથી વહેતું રોકવા માટેનો આશય જણાય છે. પાણીના પ્રવાહને ધીમો કરવા માટે કેટકેટલાય અઘરા વિચારો કરવા પડે. પરંતુ આ વ્યક્તિએ બસ એક પ્લાસ્ટિક બેગની મદદથી જ સાધન વિકસાવી લીધું હોય તેમ જણાય છે.

વિડીયો- મફતમાં પાણીના ધોરીયાને કાબુમાં કરવા ખેડૂતોનો દેશી જુગાડ આ રહ્યો Funny Video

જોઈ શકાય છે કે, ખેતરમાં ઘણા બંધ છે. ખેડૂતે દરેકને પાણી આપવું પડે છે. પાણીનો પ્રવાહ ધીમો કરવા માટે ખેડૂતે નાળામાં પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરી તેને અંદર મુકી દિધી છે. જેના કારણે પાણીનો પ્રવાહ ઝડપથી જવાના બદલે ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

વીડિયોમાં લોકો આ દેશી જુગાડને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને techzexpress નામના પેજ પરથી સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જુગાડના ફની વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે તે લાખો વ્યુ પરથી સમજી શકાય છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....