Homeરાશિ ભવિષ્ય 2022Today's Rashi in Gujarati આજનું રાશિ ભવિષ્ય ગુજરાતીમાં

Today’s Rashi in Gujarati આજનું રાશિ ભવિષ્ય ગુજરાતીમાં

-

Today’s Rashi in Gujarati 2022 કેવો રહેશે આપનો દિવસ અને શું છે આપનુ રાશિફળ ? આપના રાશિફળ અને રાશિ ભવિષ્ય 2022 વાંચો ગુજરાતીમાં

આજનું રાશિફળ 2022

આજનું રાશિ ભવિષ્યમાં આપણે કેટલીક ચોક્કસ રાશિના જાતકો વિશે ચર્ચા કરીશું. આ એવી રાશિ છે જેઓ પ્રતિભાશાળી હોવા છતાં પણ આળસુ હોય છે. સામાન્ય રીતે આળસને કારણે તન, મન અને ધનને નુકશાન થાય છે તેમ કહેવાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓમાં એવા દોષ જોવા મળી શકે છે.

કેટલાક આળસ અને સુસ્તીથી ભરેલા લોકો હોયતો તેમના માટે આ વાત લાગુ પડી શકે છે. પરંતુ આવા કિસ્સામાં જ્યોતિષ પાસે તેના નિવારણના પણ ઉપાયો હોય છે. જેને કરવાથી આપના રાશિ ભવિષ્યને પણ અસર થઈ શકે છે તેમ માનવામાં આવે છે.
  

ધન-સંપતિ સિવાયના એવા કેટલાય નુકશાનો હોય છે જે આળસને કારણે થઈ શકે છે. જેના કારણે સબંધમાં પણ નુકશાન પહોંચી શકે છે. આજે આપણે એવી 3 રાશિઓ વિશે જાણીશું, જેઓ ખૂબ જ આળસુ અને સુસ્તી હોય છે.

મીન રાશિના જાતકો

મીન રાશિના જાતકો લોકોમાં આળસનું પ્રમાણ ઓછું હોય છે. આ જાતકોને પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહેવું ગમે છે. મીન રાશિના જાતકો પોતાના મનની મરજી માલિક હોય છે.

વૃશ્ચિક રાશિના જાતકો

જ્યોતિષોના મતે વૃશ્ચિક રાશિના જાતકો સ્વભાવે મનમોજી હોય છે. તેમની કામ કરવાની પધ્ધતિ મૂડને આધારીત હોય છે. તમને ઈચ્છા હોય તો જ કોઈ કામ કરે ચાહે ગમે એટલું અગત્યનું હોય. પણ આ જાતકના લોકો હાર આસાનીથી માનતા નથી. લક્ષ્ય સુધી પહોંચવા સતત પ્રયત્નશીલ રહે છે પણ તેના કારણે સ્વાસ્થ્ય મામલે આળસું બની જાય છે. જેથી સ્વાસ્થ જોખમાય છે.

વૃષભ રાશિના જાતકો

આ વૃષભ રાશિના જાતકો લોકો પોતાની રુચિ પ્રમાણે જ કામ કરે છે. ત્યાં જ અન્ય કામ ન કરવા માટે બહાના બનાવે છે. તેઓ સ્વભાવે મહેનતુ હોય છે. પરંતુ તેઓ ફક્ત તે જ વસ્તુઓ પર સખત મહેનત કરે છે જેમાં તેમને રસ હોય છે. તેઓ પોતાની પસંદગીનું કામ કરવા માટે ઘણા કલાકો સુધી મહેનત કરવા તૈયાર હોય છે અને આ કારણે તેઓ ઘણી સારી તકો હાથમાંથી જવા દે છે. 


આજનું પંચાગ 2022

તિથિસપ્તમી (સાતમ) – ૨૪ઃ૧૨ઃ૦૯ સુધી
નક્ષત્રજ્યેષ્ઠા – ૧૭ઃ૩૦ઃ૨૨ સુધી
કરણવિષ્ટિ ભદ્ર – ૧૩ઃ૧૫ઃ૨૧ સુધી, ભાવ – ૨૪ઃ૧૨ઃ૦૯ સુધી
પક્ષ કૃષ્ણ
યોગસિદ્ધિ – ૦૭ઃ૨૭ઃ૩૫ સુધી, વ્યતાપતા – ૨૮ઃ૩૫ઃ૫૯
વાર ગુરુવાર
સૂર્યોદય૦ ૬ઃ૨૧ઃ૧૨
સૂર્યાસ્ત ૧૮ઃ૩૪ઃ૨૫
ચંદ્ર રાશિવૃશ્ચિક – ૧૭ઃ૩૦ઃ૨૨

દિન કાળ૧૨ઃ૧૩ઃ૧૩
અશુભ સમય
દુર મુહુર્ત૧ ૦ઃ૨૫ઃ૩૬ થી ૧૧ઃ૧૪ઃ૨૯ ના, ૧૫ઃ૧૮ઃ૫૩ થી ૧૬ઃ૦૭ઃ૪૬ ના
કુલિક ૧૦ઃ૨૫ઃ૩૬ થી ૧૧ઃ૧૪ઃ૨૯ ના
૧૫ઃ૧૮ઃ૫૩ થી ૧૬ઃ૦૭ઃ૪૬ ના
રાહુ કાળ ૧૩ઃ૫૯ઃ૨૭ થી ૧૫ઃ૩૧ઃ૦૬ ના
કાલવેલા/અર્ધ્યામ૧૬ઃ૫૬ઃ૩૯ થી ૧૭ઃ૪૫ઃ૩૨ ના

Today’s Rashi in Gujarati 2022 આજનું રાશિ ભવિષ્ય ગુજરાતીમાં

all horoscope sign hd png

મેષ રાશિનું આજનું રાશિફળ

આપના આત્મવિશ્વાસનો આજે સારા ઉપયોગમાં લેવાનો વખત છે માટે તેનો પ્રયાસ કરો. દિવસભર દોડધામ કર્યા બાદ પણ આપની સ્ફૂર્તી અને શક્તિમાં કશો ફર્ક નહી લાગે. પરંતુ ઉતાવળે કોઈ પણ ર્નિણય લેવા નહીં- ખાસ કરીને ત્યારે જ્યારે આપ મહત્વના આર્થિક સોદા વિશે કાર્ય કરતા હોય કે તેને પાર પાડવા જઈ રહ્યા હોય. આપના ઉદાર વર્તનનો લાભ આપના મિત્ર વર્તુળ ન લઈ જાય તેની કાળજી રાખવી. આપના પ્રિયપાત્ર સાથે કેટલાક મત ભેદ સર્જાય શકે તેમ છે. જેના કારણે આપની વાસ્તવિક પરિસ્થિતિથી આપના સાથીને સમદાવવા મુશ્કેલી પેદા થઈ શકે છે. રચનાત્મક કાર્યો સાથે સંકળાવાનો પ્રયાસ કરો. આજે આપની પાસે ફાજલ સમય રહે તો તેનો ઉપયોગ ધ્યાન યોગ માટ કરવો ઉત્તમ રહેશે. તમામ બાબતો વચ્ચે પણ આપને આજે માનસિક શાંતિની અનૂભુતી થશે. સગા વહાલાઓના કારણે આપના સબંધોમાં તકરાર ઉભી થાય તેવી સંભાવના હોય વધુ ઉગ્ર બનવું જોઈએ નહીં અને સાંજ પડતા સુધીમાં તમામ તકરારનું સરળ નિરાકરણ કરી શકશો.

વૃષભ રાશિનું આજનું રાશિફળ

આનંદ મિજાજમાં રહેવાના કારણે આજે આપનો બાળક જેવો આપનો સ્વભાવ સપાટી પર આવશે. મોજના કારણે મનોરંજન અને વૈભવી જીવન જીવવાની શૈલી પાછળ વધુ પડતો ખર્ચ ન કરી નાખવો તેનું ધ્યાન રહે. આપના જીવનસાથી જોડે સિનેમા અથવા ડિનરનો પ્રોગ્રામ કરી આનંદના મૂડમાં વધારો કરવો વધુ યોગ્ય રહેશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. આપના પાસેની માહિતી તથા અનુભવ અન્યો લોકો સાથે વહેંચણી કરશો તો આપની સરાહના અને વખાણ થશે. સમસ્યાઓ છતાં ઝડપથી કાર્ય કરવાની આપની ક્ષમતા અને કુશળતા આપને સમાજમાં માન-મરતબો અપાવશે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

મિથુન રાશિનું આજનું રાશિફળ

આપના માટે આજનો દિવસ ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યો માટે સારો દિવસ છે. પરતું આ દિવસે ઉધાર લેવાથી તેમજ મિત્રો સાથેના વ્યર્થ ખર્ચાઓથી બચીને રહેવાની આવશ્યકતા છે. વળી ઉધાર લેવાની બાબત જેટલું જ ઉધાર દેવાની બાબતમાં પણ સાવધ રહેવા જેવું છે. લાભદાયી દિવસ લાગતો દિવસ પણ તમને ભરોસો કર્યાનો પસ્તાવો કરાવી શકે તેવો બની શકે છે. પતિ પત્નિ બાળકો સહિતના પરિવારના સદસ્યોને સમજવા માટે સારો સમય છે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી આપના સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. આપના સમય ને આપની નજીકના લોકો સાથે પસાર કરવાનું વિચારો તો છો પરંતુ કરી નથી શકતા તેવો અનુભવ થઈ શકે છે. પરિવાર તેમજ કુટુંબના સભ્યો પાસેથ હુંફ મળી રહે તેવી આશા હોવા છતા તેવું થતુ ન જણાય.

કર્ક રાશિનું આજનું રાશિફળ

ખુશહાલ જીવન માટે આપનો જુદ્દી અભિગમ ત્યજી દેવાનો સમય છે. અન્યથા સમયનો વેડફાટ અને પરિણામ શૂન્ય જેવી સ્થિતી જોવા મળી શકે છે. લાઈફસ્ટાઈલ તેમજ મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ જેવી બાબતોમાં વધારે પડતો ખર્ચ થઈ જાય. મિત્રો અને સંબંધીઓ આપના તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે. સાથે જ એકતરફી આકર્ષણ આપને માથાનો દુઃખાવો લાગશે. કમાણીમાં અર્થનો વધારો કરવાના વિચારો આવે અને તે માટે ઉપાયો પણ અવતરે. આપના વડે આજ ના દિવસ માં એવા કામ કરવા માં આવશે જે બાબતે  આપ ઘણીવખત વિચારો છો પણ થઈ શકતું નથી. જીવનાસાથીને આજે આપના વ્યસ્ત સમયપત્રકને કારણે તેના મહત્વ પર સવાલ પેદા કરી શકે છે તેમજ અણગમો વ્યકત કરી શકે છે.

સિંહ રાશિનું આજનું રાશિફળ

આજે આપનું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમત-ગમતની યોજના બનાવી શકો છો. વિદેશી વેપાર તેમજ વિદેશ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ધન હાનીની સંભાવનાઓ જણાય છે. ઘરને લગતી તમામ બાબતો તથા ઘરના બાકી રહેતા કાર્યો પુર્ણ કરવાનો અનુકૂળ દિવસ કહી શકાય. આપનું સ્મિત આપના પ્રિયપાત્રની ખુશી માટેની અકસીર દવા સાબિત થઈ શકે છે. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવી શકે છે. આજનો દિવસ આપના લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક દિવસ પણ બની શકે છે.

કન્યા રાશિનું આજનું રાશિફળ

આપની ઘટેલી જીવનશક્તિ ધીમા ઝેરની જેમ કામ કરતી જણાય. આપની જાતને બિમારી સામે લડવા માટે અન્ય બાબતોમાં વ્યસ્ત રાખવી હિતાવહ છે. આપનાતી વિપરીત લિંગની વ્યક્તિ આપને ધંધા વ્યવસાય કે નોકરીમાં લાભ અપાવી શકે તેવી સંભાવના છે. મૂડી રોકાણ કરતા પહેલા પોતાના નિર્ણય અને સ્વસ્થ ચીતે વિચાર કરવો. આપના પ્રિયપાત્ર સાથે સમજદારી. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. આપના શ્રેષ્ઠ મિત્રો સાથે, તમે આજે મફત સમય નો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો. આપના જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

તુલા રાશિનું આજનું રાશિફળ

આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો? ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી આપના માટે ધન કમાવા ની ઘણી તકો બનશે? સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? આપનું જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. આપને તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જાેવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. જે લોકો છેલ્લા કેટલાક દિવસો થી ખૂબ જ વ્યસ્ત હતા, તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. એવી શક્યતા પ્રબળ છે કે આપના અને આપના જીવનસાથી વચ્ચેના પ્રેમનુંદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

વૃશ્ચિક રાશિનું આજનું રાશિફળ

મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન આપનું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. આજે કોઈ જૂનો મિત્ર આપના થી નાણાકીય મદદ માંગી શકે છે અને જાે તમે તેની મદદ કરો છો તો આપના નાણાકીય હાલત અમુક નબળા થયી શકે છે. અંગત બાબતો ઉકેલવાના આપના અભિગમમાં ઉદાર રહો, પણ તમારી પ્રેમ અને સારસંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખજાે. આપનું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને આપના પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. તમને આપના કાર્યક્ષેત્ર માં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવા ની જરૂર છે નહીંતર આપના બોસ ની નજર માં તમારી નકારાત્મક છબી બની શકે છે. ઘર ની બહાર જઇ ને, આજે આપને ખુલ્લી હવા માં ફરવું ગમશે. આજે આપનું મન શાંત રહેશે, જે તમને દિવસભર ફાયદો કરાવશે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જાેરદાર છે.

ધન રાશિનું આજનું રાશિફળ

આપ સ્થિતિની કમાન સંભાળશો એટલે આપની બેચેની દૂર થઈ જશે. આપને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. આપનું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

મકર રાશિનું આજનું રાશિફળ

આપના નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. આપના વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે-અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. આપનો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી, તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી આપના જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

કુંભ રાશિનું આજનું રાશિફળ

જૂના મિત્ર સાથે પુર્નમિલન આપના ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રા માં હશે અને આની સાથેજ મન માં શાંતિ પણ હશે. આપના પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જાેઈએ. આપનો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે. આ રાશિ ના લોકો ને આજ ના દિવસે પોતાના માટે ખુબ સમય મળશે? આ સમય નો ઉપયોગ તમે પોતાના શોખ પુરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો. તમે આપના જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે.

મીન રાશિનું આજનું રાશિફળ

આપને તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ આપના મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લયી ઝગડો થયી શકે છે. જાેકે તમે આપના શાંત સ્વભાવ થી બધું ઠીક કરી દેશો? આપનો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આપનું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. આપના એક સારા કામને કારણે, કામના સ્થળે આપના શત્રુઓ આજે આપના મિત્ર બની શકે છે. આજે ઘર ના લોકો સાથે વાત કરતી વખતે આપના મોંમાં થી કંઇક એવી વાત આવી શકે છે જેના કારણે ઘર ના લોકો ગુસ્સે થઈ શકે છે. આ પછી તમે ઘર ના લોકો ને સમજાવવા માટે ઘણો સમય પસાર કરી શકો છો. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

સૂર્ય ગ્રહણમાં કેવી રહેશે રાશિ પર અસર Surya Grahan 2022

Surya Grahan 2022: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ દિવસે, રાશિ ભવિષ્ય પર શું થશે અસર જાણો

todays rashifal bhavishy in gujarati suryagrahan solar eclips

સૂર્ય અને ચંદ્ર ગ્રહણમાં રાશિ પરની અસર

રાશિ ભવિષ્ય 2022 સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોને લાભ થશે તેવું માનવામાં આવે છે

aaj nu rashi bhavishya solar eclips and lunar eclips effect and benefits on astrology as per zodiac signs

(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. સત્યમંથન તેની પુષ્ટિ કરતું નથી.)

Must Read