Homeગુજરાતઅમદાવાદજાણો કેવી રીતે અમદાવાદથી ડ્રગ્સ કેસની તપાસ અમેરિકા સુધી પહોંચી

જાણો કેવી રીતે અમદાવાદથી ડ્રગ્સ કેસની તપાસ અમેરિકા સુધી પહોંચી

-

Today’s Gujarati News અમદાવાદ : રાજ્યના યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી યુવાધનને બરબાદ કરતા પેડલરો પર પોલીસની તવાઈ છતાં પણ ડ્ર્ગ્સનો ધંધો જાણે મંદો નથી પડતો. અમદાવાદમાં પોશ વિસ્તારોમાં ડ્રગ્સ વેચતા પેડલરો તાજેતરમાં જ ઝડપાયા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station)ની હદમાંથી ડ્રગ્સ કેસમાં 8ની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં આગળની વિગતો ખુલતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ખુલ્યું છે કે આરોપીઓ ડ્રગ્સ અમેરિકાથી મગાવતા હતા. આ ઘટસ્ફોટ થતા જ અમેરિકાની તપાસ એજન્સી FBIને પણ તપાસમાં જોડવામાં આવી છે.

ગત વર્ષ 2021ના નવેમ્બર માસમાં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની હદમાંથી એક ડ્રગ્સ રેકેટ ઝડપાયું હતું. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડાર્ક વેબ દ્વારા અમેરિકા જેવા વિકસિત દેશોમાંથી ડ્રગ્સનો જથ્થો મેળવતા આરોપી વંદિત પટેલના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી વંદિત પટેલ સહિત 8 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 200 જેટલા વિવિધ ડ્રગના પેકેટ પણ કબ્જે કર્યા હતા. ઝડપાયેલા પેકેટમાં એમ.ડી. અકોકેઈન તેમજ ચરસ અને ગાંજાનો જથ્થો સામેલ હતો.

અમદાવાદથી ડ્રગ્સ કેસની તપાસ અમેરિકા સુધી પહોંચી – Today’s Gujarati News

પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન સહિતની વસ્તુ ઉઁડી તપાસ માટે FSLને મોકલી હતી. આ તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ મોટાભાગનો જથ્થો અમેરિકાના 100 જેટલા ડ્રગ પેડલર પાસેથી મેળવ્યો હતો. આ ઘટસ્ફોટ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે ભારતના નાર્કોટિક્સ બ્યુરો મારફતે ડ્રગ ડિલર્સની માહિતી અમેરિકાની તપાસ એજન્સી FBIને મોકલી છે. જેથી હવે આગળ અમેરિકાની તપાસ એજન્સી ચકાસણી હાથ ધરશે.

Read More Crime News in Gujarati

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....