Homeરાષ્ટ્રીયવારાણસીમાં અઝાન સમયે વગાડશે હનુમાન ચાલીસા, અલીગઢમાં ABVP લગાવશે સ્પીકર: UP

વારાણસીમાં અઝાન સમયે વગાડશે હનુમાન ચાલીસા, અલીગઢમાં ABVP લગાવશે સ્પીકર: UP

-

Today’s Latest News Gujarati લખનૌ : મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનું પઠન કરવાનો મામલો ઉત્તર પ્રદેશ UP સુધી પહોંચ્યો છે. વારાણસીમાં ‘શ્રીકાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલન’માં જાહેરાત કરવામાં આવી છે કે, વારાણસીમાં અઝાન દરમિયાન લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. એક અહેવાલમ મુજબ સાકેત વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે. વારાણસી ખાતેના જ્ઞાનવાપી મુક્તિ આંદોલનના પ્રમુખ સુધીર સિંહે પોતાના ઘરેથી જ આ કાર્યની શરૂઆત કરી છે.

અઝાન દરમિયાન સુધીર સિંહે પોતાના ઘરે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાનો પાછ શરૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, અઝાનના દરેક સમયે હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર પર વગાડવામાં આવશે. જેનો હેતુ હિન્દૂ-મુસ્લિમ ભાવનાને ખલેલ પહોંચાડવાનો નથી. કાશીમાં દબાણના કારણે હનુમાન ચાલીસાનું પઠન અને મંદિરોમાં સવારથી જ વૈદિક ગ્રંથોનું પઠન થતું હતું જે બંધ થયું છે.

વારાણસીમાં અઝાન સમયે વગાડશે હનુમાન ચાલીસા અલીગઢમાં ABVP લગાવશે સ્પીકર: UP

સુધીર સિંહના કહેવા મુજબ મસ્જિદો પર લાઉડ સ્પીકરના અવાજને ધીમો કરવા વાંધો નોંધાવ્યો હતો પણ તેનો કોઈ ફાયદો થયો નથી. સુધીરે મીડિયાને જણાવ્યા મુજબ પાંચ દિવસ સુધી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. બાદમાં સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે બે વખત જ પાઠ કરવામાં આવશે.

વારાણસીની જેમ અલીગઝ ખાતે પણ ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી. સુપર એક્ટિવ જોવા મળે છે. ગઈકાલે બુધવારે તેમણે જાહેરાત કરી હતી કે અલીગઢમાં 21 સ્થળો પર લાઉડ સ્પીક લગાવી હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે, તેમનુ કહેવું છે કે તેનાથી હિન્દૂત્વેને પ્રોત્સાહન મળશે.

મહારાષ્ટ્રમાં જ્યારે આ મુદ્દો પેચીદો બની ગયો છે ત્યારે આસામમાં પણ આવી માંગણી થવા લાગી છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં સાસંદ નવનીત રાણાએ લગભગ બે હજાર મહિલાઓ સાથે 13 એપ્રિલના રોજ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

અઝાન વિરુદ્ધ હનુમાન ચાલીસાનો આ આખો મામલો મહારાષ્ટ્રથી જ શરૂ થયો હતો. વાસ્તવમાં મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ધમકી આપી હતી કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં આવે. રાજ ઠાકરેએ કહ્યું કે જો 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસેના સભ્યો મસ્જિદોની સામે લાઉડ સ્પીકરથી હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દેશે. આ પછી મુંબઈમાં મનસેના કાર્યકર્તાઓએ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાડી હતી.

Click here For Trending Viral Videos Gujarati:

ગૌ તસ્કરીના આરોપીની કરોડોની સંપત્તિ જપ્ત, માફિયાઓ પર યોગી સરકાની તવાઈ: UP

હિંમતનગર, ખંભાત મામલે ઔવેસીએ આવું કહ્યું, વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ

Must Read