આજનો ઈતિહાસ અને આજનું જાણવા જેવું : તારીખ 25 જૂન અને 26 જૂન વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ઈતિહાસમાં ખરડાયેલા પન્ના તરીકે ઓળખવામાં આવે છે. આ તારીખે જ દેશમાં કટોકટી લાગુ પાડવામાં આવી હતી. નેતાઓ, સામાજિક કાર્યકરો કે જે કોઈ પણ સરકાર વિરૂધ્ધ અવાજ ઉઠાવે તેને જેલમાં મુકી દેવામાં આવતા હતા. રાષ્ટ્રપતિએ કટોકટીની મંજૂરી આપતાની સાથે જ જાણે દેશમાં પત્રકારોની કલમ અને મોં પર પણ તાળા લગાવી દેવાયા હોય તેવી સ્થિતી હતી. કેટલાય રાજકીય પક્ષના કાર્યકરોને ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા.
તો આપણે તારીખ 25 અને 26 જૂનના ઈતિહાસ વિશે વાત કરીશું, આ દિવસોને આઝાદ ભારતના ઈતિહાસના રાજકારણની સૌથી મોટી ઘટના તરીકે ઓળખવામાં આવે છે. આ એ દિવસો છે જ્યારે લોકશાહી પર અચાનક જ તરાપ લાગી હતી,,, કારણ કે આ દિવસોમાં જાહેર થઈ હતી.કટોકટી….. જી હા… કટોકટી શબ્દ જેવી જ હાલત હતી દેશની, દેશના તત્કાલીન પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભલામણથી તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદે અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની જાહેરાત કરી હતી.
વિડીયો મારફતે આપણે ટૂંકમાં કટોકટી અને કટોકટીની સ્થિતીને સમજવા પ્રયાસ કરીશું.