Today Trending Viral Instagram Video : જ્યારે આપણે બસમાં પ્રવાસ કરીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર આવે છે કે, સીટ મળી જશે કે ઉભા-ઉભા પ્રવાસ કરવો પડશે. પરંતુ કેટલાક લોકો તો એવા હોય છે કે જેમને બસની બારી પાસેની સીટ જ જોઈતી હોય છે. પણ આ કપલનો જુગાડ Copule Jugad તો જોવા જેવો છે.
એવામાં જ્યારે બસ સુધી પહોંચવામાં મોડુ થઈ જાય તો બેસવાની સીટના પણ ફાફા પડી જતા હોય છે. આવી સ્થિતીમાં લોકો ઉભા-ઉભા પણ પ્રવાસ કરતા સૌ કોઈએ જોયા હશે. એટલું જ નહીં કેટલાક દ્રશ્યોમાં તો બસની છત પર બેસીને જતા પ્રવાસી જોવા મળી જતા હોય છે.
જૂઓ વીડિયો : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા
પરંતુ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં પતિ-પત્ની બસમાં સીટ લેવા માટે જુગાડ કરતા દેખાય છે. આ જુગાડ એવો ગજબ છે કે દ્રશ્ય જોઈને માથુ પકડી લેવા લોકો મજબુર બને છે.
Today Viral Video કપલની બસમાં ચડવાની અનોખી રીતનો વીડિયો
સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ બસની અંદર પાછળની બાજુ બારી પાસે ઉભેલો દેખાઈ છે, સાથે તેની પત્ની પણ ઉભેલી દેખાઈ છે. આ મહિલા પેલા તો તેના પતિને પોતાના ચપ્પલ આપે છે, પછી પતિ તેનો હાથ પકડે છે અને બારીના માર્ગે તેને ઉપર ચડાવી લે છે. જોઈ શકાય છે કે મહિલા કેટલી સરળતાથી હાથ પકડી બારીના માર્ગે બસમાં પહોંચી જાય છે. આ દ્રશ્ય જોઈને લાગે કે કેટલું સરળ કામ છે.
હાલ વીડિયો ફટાફટ સોશિયલ મીડિયા પર શેર અને વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે, સાથે જ કેટલાક યુઝર્સ મજાક પણ કરી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું છે કે, જુગાડ હોય તો કોઈ પણ કામ અસંભવ નથી. તો બીજો યુઝર લખે છે કે, જુગાડ તો ઘણો જોખમી છે.