News Gujarati: નાગાલેન્ડના મંત્રીએ (Nagaland Minister temjen imna) સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, તે વિડીયો ખુબ વાયરલ (Today Viral Video) થયો હતો, જેમાં તેઓ નાગાલેન્ડની સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યા છે અને 1999માં દિલ્હીની તેમની પ્રથમ મુલાકાતને પણ યાદ કરે છે.
આ દિવસોમાં નાગાલેન્ડના મંત્રી temjen imna પોતાની વિચિત્ર અને ફની સ્ટાઇલના કારણે હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા છે. સૌથી પહેલા તેણે નાની આંખો વિશે કંઈક એવું કહ્યું હતું કે તેનું નિવેદન વાયરલ થઈ ગયું હતું.
ત્યારબાદ તેણે એક વીડિયો (video) પોસ્ટ કર્યો છે જેમાં તે નાગાલેન્ડની સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યો છે અને સાથે જ વર્ષ 1999માં દિલ્હીની તેની પ્રથમ મુલાકાતને યાદ કરી રહ્યો છે.
વિડીયોમાં નજરે પડતા નાગાલેન્ડના મંત્રીનું નામ છે તેમ્જેન ઇમના અલંગ. તેમજેન હાલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે ટ્વિટર પર પોસ્ટ કરેલા તેના એક વીડિયોમાં તે દિલ્હી સ્ટેશનનો એક કિસ્સો સંભળાવી રહ્યો છે. તેણે કહ્યું કે, વર્ષ 1999માં પહેલીવાર દિલ્હી આવ્યો હતો અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતર્યો ત્યારે ત્યાં લોકોની સંખ્યા જોઈને હું ચોંકી ગયો હતો. આ સંખ્યા નાગાલેન્ડની સમગ્ર વસ્તી કરતા વધુ હતી. અને વાતથી હું ચોંકી ગયો અને વિશ્વાસ પણ ન કરી શક્યો.
લોકો એ એવું ફેલાવ્યું હતું કે નાગા લોકો માણસને ખાય છે ?
જુઓ વિડીયો: Today Viral Video શું નાગાલેન્ડના લોકો માણસને ખાય છે?
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીના લોકોમાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નાગાલેન્ડ વિશે ઘણી ખોટી માન્યતાઓ છે. મોટાભાગના લોકોને ખબર ન હતી કે નાગાલેન્ડ ક્યાં છે. તેઓ મને પૂછતા હતા કે શું અમારે નાગાલેન્ડ જવા માટે વિઝાની જરૂર છે. લોકોને એક અફવા વિશે ખબર પડી કે નાગાલેન્ડના લોકો માણસોને ખાય છે. તેણે મજાકમાં કહ્યું કે મારા કદથી લોકોની શંકાની પુષ્ટિ થઈ હશે.
જુઓ વિડીયો: Viral Fun: જુઓ ૨૭ પેસેન્જર રિક્ષામાં કેવી રીતે ભરાય
જુઓ વિડીયો:ઘસમસતા પ્રવાહમાં ડૂબતા માણસને બચાવવા કૂદી પડ્યા પોલીસ કર્મચારી
આ પહેલીવાર નથી કે જ્યારે ટેમ્જેન ઇમના અલંગે તેના રમુજી શબ્દોથી લોકોને દંગ કર્યા હોય. અગાઉ, તાજેતરમાં તેમણે વસ્તી વધારાને લઈને ખૂબ જ અનોખો ઉપાય રજૂ કર્યો હતો.
તેમણે લખ્યું છે કે વસ્તી વૃદ્ધિના મુદ્દાઓ વિશે સમજદાર બનો અને જ્યારે બાળકોની વાત આવે ત્યારે સમજદારીપૂર્વક પસંદગી કરો. અથવા મારી જેમ સિંગલ બનો અને સાથે મળીને આપણે ટકાઉ ભવિષ્ય માટે યોગદાન આપી શકીએ. ચાલો ‘સિંગલ મૂવમેન્ટ’માં જોડાઈએ.