Homeઆંતરરાષ્ટ્રીયજૂઓ વીડિયો - યુક્રેનના રાષ્ટ્રપતિ એવું બોલ્યા કે દુનિયાના દેશો એ તાળીઓનો...

જૂઓ વીડિયો – યુક્રેનના રાષ્ટ્રપતિ એવું બોલ્યા કે દુનિયાના દેશો એ તાળીઓનો વરસાદ કર્યો

-

આજના સમાચાર, Russia Ukraine news in Gujarati, રશિયા યુક્રેનના સમાચાર : યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુક્રેન વિશ્વના શક્તિશાળી દેશ સામે એકલું લડી રહ્યું છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુરોપીયન યુનિયનની સંસદને સંબોધન કર્યું હતુ. આ સંબોધન અને તેમાં પડેલી તાળીઓના વાયરલ વિડીયો Viral Video સોશિયલ મીડિયા પર આવ્યા છે. જેમાં તેમણે કહ્યું હતુ કે, યુક્રેન એકલું છે, અમે અમારી તાકાત બતાવી છે, અમે આ કરી બતાવ્યું છે, અમે આપની યુરોપીયન યુનિયન EU જેવા જ છીએ, માટે તમે સાબિત કરો કે તમે અમારી સાથે છો, તમે અમને (યુક્રેન) એકલા નહીં મુકી દો તે સાબિત કરો. આ સંબોધનમાં ઝેલેન્સકીની ધારદાર વાતોએ હાજર સૌને ભાવુક કરી દિધા હતા. સંબોધન બાદ તાળીઓનો ગગડાટ થયો જાણે તાળીનો વરસાદ થયો હોય જેનો વિડીયો Video સામે આવ્યો છે.

જૂઓ વીડિયો: યુધ્ધગ્રસ્ત યુક્રેનના રાજદૂત ‘મહાશિવરાત્રી’ પર શું બોલ્યા

જૂઓ વીડિયો: વખાણમાં ભાન ભૂલ્યા ભાજપ નેતા, હાસ્યનો શિકાર…

આ સંબોધનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ Zelensky કહ્યું કે, યુરોપીયન યુનિયન તાત્કાલિક જ સભ્ય પદ આપી યુક્રેનને સમર્થન આપે. ઝેલેન્સકીએ કહ્યું કે અમે અમારી જમીન અને સ્વતંત્રતાની લડાઈ લડી રહ્યાં છીએ. હાલ અમારા લગભગ શહેરો હુમલા હેઠળ છે, તેમ છતાં અમને કોઈ તોડી નહીં શકે. અમે મજબૂત છીએ અમે યુક્રેનિયન છીએ. આ સાથે જ તેમણે રશિયાના હુમલાને આતંકવાદ સાથે તુલના કરી આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, ન તો અમે ભૂલીશું કે ન તો અમે માફ કરીશું.

Viral Video વાયરલ વિડીયો – ઝેલેન્સકીના સંબોધન બાદ EU માં તાળીઓનો વરસાદ


જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

ઝેલેન્સકીએ આ સંબોધનમાં એવુ પણ કહ્યું કે, અમારો દેશ અને અમે આઝાદીની લડાઈ લડી રહ્યાં છીએ અમારા તમામ શહેરો બ્લોક હોવા છતાં અમે લડાઈ લડી રહ્યાં છીએ. કોઈ પણ અમારી તાકાતને નહીં તોડી શકે, અમે યુક્રેનના લોકો મજબુત છીએ.

રશિયા યુક્રેનના સમાચાર – યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સંબોધનનો વીડિયો

જૂઓ વીડિયો – યુક્રેનની શેરીઓમાં ચાલી રહ્યું છે આ રીતે યુધ્ધ

Russia Ukraine news in Gujarati – ઝેલેન્સકી એ કર્યો ચાલુ યુધ્ધે જય ઘોષ

ઝેલેન્સકીએ બહાદુરીની વાત કરતા કહ્યું કે, અમારા બાળકો આશ્રયસ્થાનોમાં જન્મ લઈ રહ્યાં છે. તો પણ ગોળીબાર ચાલુ રહે તો કોઈ તક નહીં આપીએ કોઈ શંકા નથી કે આ લોક યુધ્ધ છે. સાથે જ જીતનો જય ઘોષ કરવાના સ્વરમાં કહ્યું હતું કે, જીતવા માટે ! યુક્રેનની જય !

Must Read