Homeઆંતરરાષ્ટ્રીયતુર્કીના રાષ્ટ્રપતિએ UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો આવો જવાબ

તુર્કીના રાષ્ટ્રપતિએ UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો આવો જવાબ

-

Turkey President rise Kashmir issue in UN (United Nations): India replied: Today’s International News in Gujarati

Turkey ના રાષ્ટ્રપતિએ ફરીથી UN માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે પણ આપ્યો આવો જવાબ

તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ (Rajab Tayyab) એર્દોગને ફરી એક વખત કાશ્મીરનો (Kashmir) મુદ્દો ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (United Nationas) બોલતા તેમણે કહ્યું કે અમે કાશ્મીરમાં 74 વર્ષથી ચાલી રહેલી સમસ્યાને પાર્ટીઓ વચ્ચે વાતચીત દ્વારા અને સંબંધિત યુએન ઠરાવોના માળખામાં ઉકેલવાની તરફેણમાં છીએ. જોકે, આ વખતે કાશ્મીરનો ઉલ્લેખ કરીને તેમણે બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ શોધવાની વાત કરી છે. પરંતુ બે વર્ષ પહેલા તેમણે કાશ્મીરને સળગતો મુદ્દો ગણાવ્યો હતો.

રાષ્ટ્રપતિ એર્ડોગનના નિવેદનના જવાબમાં વિદેશ મંત્રીએ સાયપ્રસના સંબંધમાં ટ્વિટ કર્યું છે. સાયપ્રસના (Cyprus) વિદેશ મંત્રી નિકોસ ક્રિસ્ટોડા ઉલાઇડ્સને મળ્યા બાદ જયશંકરે ટ્વિટ કર્યું કે દરેક વ્યક્તિએ સાયપ્રસ સંબંધિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે તુર્કીએ ઘણા દાયકાઓથી સાયપ્રસના મોટા ભાગો પર ગેરકાયદેસર કબજો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ મુદ્દે ઠરાવ પસાર કર્યો છે, પરંતુ તુર્કી તેને સ્વીકારતું નથી.

Muslim Countries interfere on Kashmir Issue/ Which countries not support India on Kashmir

હકીકતમાં, 5 ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને (Pakistan) મુસ્લિમ દેશોને (Muslim Countries) આ મુદ્દે હસ્તક્ષેપ કરવા કહ્યું હતું. ત્યારબાદ મલેશિયા (Malaysia) અને તુર્કીએ વધુ સહકાર આપ્યો અને બંનેએ ભારતના આ પગલાની ટીકા કરી હતી.

તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રમાં પરિસ્થિતિને “સળગતો મુદ્દો” ગણાવ્યો હતો અને કાશ્મીર માટે વિશેષ દરજ્જો નાબૂદ કરવાની ટીકા કરી હતી. તેમણે 2019 માં કહ્યું હતું કે સ્વીકૃત પ્રસ્તાવો હોવા છતાં કાશ્મીર હજુ પણ ઘેરાયેલું છે અને 80 લાખ લોકો કાશ્મીરમાં ફસાયેલા છે. તે સમયે પીએમ મોદીએ તુર્કીની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી.

એસ જયશંકરે તેમના સાયપ્રિયોટ સમકક્ષ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે સાયપ્રસ સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ક્રિસ્ટોડોલાઇડ્સ સાથેની તેમની મુલાકાત અંગે, જયશંકરે બુધવારે ટ્વિટ કર્યું હતું કે અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ સાયપ્રસ સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું પાલન કરવું જોઈએ.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...