Homeગુજરાતરાજકોટહાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 3 શ્રમિકોના મૃત્યુ : ગોંડલ

હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 3 શ્રમિકોના મૃત્યુ : ગોંડલ

-

Rajkot Gujarati News : રાજકોટના ગોંડલ પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં HiBond Cement Factory આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. ગોંડલ-જેતપુર હાઇવે પર સ્થિત આવેલી આ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ જેટલા કામદારોનું મૃત્યુ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. દુર્ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચી પોલીસે પંચનામું અને અન્ય જરૂરી કાર્યવાહી કરી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધા હતા.

મળતા પ્રાથમિક અહેવાલ મુજબ આજરોજ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં ત્રણ કામદારો કેમિકલ ટેંકમાં વેલ્ડિંગ કરી રહ્યાં હતા. દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ગંભીર દુર્ધનાના કારણે એક યુવાન કામદારે તો ઘટના સ્થળે જ દમ તોડી દિધો હતો. જ્યારે અન્ય બે ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. સારવાર માટે લઈ જવા દરમિયાન જ એક અને અન્ય એકનું મૃત્યુ સારવાર દરમિયાન થયું હોવાની માહિતી મળી રહી છે. જો કે આ ઘટના બાદ હજુ સુધી કંપની તરફથી કોઈ નિવેદન કે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Rajkot Gujarati News: હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 3 શ્રમિકોના મૃત્યુ : ગોંડલ

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે ઉપર આવેલી હાઈ બોન્ડ નામની સિમેન્ટ ફેક્ટરીમાં એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતે ત્રણ કામદારોના જીવ લીધા છે. મૃતકની ઓળખ આશિષ સોલંકી, રાહુલ પંપાણિયા અને અમર વિશ્વકર્મા હોવાનું જણાવાયું છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....