Homeબિઝનેસસરકારે બેડ બેંક માટે 30,600 કરોડ રૂપિયાની ગેરંટી મંજૂર કરી, જાણો શું...

સરકારે બેડ બેંક માટે 30,600 કરોડ રૂપિયાની ગેરંટી મંજૂર કરી, જાણો શું છે બેડ બેંક

-

Today’s National Banking sector news in Gujarati: Bad Bank guarantee central Government

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) જાહેરાત કરી છે કે સરકાર નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) એટલે કે બેડ બેંક દ્વારા બેન્કોને જારી કરવામાં આવેલી સુરક્ષા રસીદોની ગેરંટી આપશે. આ ગેરંટી 30,600 કરોડ રૂપિયાની હશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના બજેટમાં (Budget) નાણામંત્રીએ બેડ બેંકની (Bad Bank) સ્થાપના અંગે જાહેરાત કરી હતી.

પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં 5 લાખ કરોડથી વધુની વસૂલાત થઈ છે. માર્ચ 2018 થી અત્યાર સુધી 3 લાખ કરોડથી વધુની વસૂલાત થઈ છે. એક લાખ કરોડ માત્ર રાઈટ-ઓફ લોનમાંથી વસૂલવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં બેંકોની સંપત્તિમાં ઘણો સુધારો થયો છે.

સીતારમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. વર્ષ 2018 માં, જાહેર ક્ષેત્રની 21 બેંકોમાંથી માત્ર બે બેંકો નફાકારક હતી, પરંતુ એનાથી ઉલટું વર્ષ 2021 માં માત્ર બે બેંકોએ ખોટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (Indian Banks Association) એટલે કે IBA ને ‘બેડ બેંક’ સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી છે. સૂચિત બેડ બેંક અથવા એનએઆરસીએલ (નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ.) લોન માટે સંમત મૂલ્યના 15 ટકા રોકડમાં અને બાકીના 85 ટકા સરકારી ગેરંટીવાળી સુરક્ષા રસીદમાં ચૂકવશે. ગયા મહિને, IBA એ NARCL ની સ્થાપના માટે લાયસન્સ મેળવવાના હેતુથી RBI ને અરજી કરી હતી.

નિષ્ણાતો કહે છે કે બેડ બેંક એ બેંક નથી. તેના બદલે તે એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. હા, બેંકોનું ડૂબેલ ખરાબ દેવું આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે બેન્કો વધુ લોકોને સરળતાથી લોન આપી શકશે અને તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે.

Must Read