Homeગુજરાતમોરબીજેતપર-પીપળી રોડ ઉપર બે કલાકથી ટ્રાફિકજામ: મોરબી

જેતપર-પીપળી રોડ ઉપર બે કલાકથી ટ્રાફિકજામ: મોરબી

-

મોરબી : દેશમાં સીરામીક ઉદ્યોગના હબ ગણાતા મોરબીમાં ટ્રાફિકની સમસ્યાથી નગરજનો ત્રસ્ત છે. ત્યારે આજ તારીખ 25 જૂલાઈના રોજ જેતપર-પીપળી રોડ પર સવારના સમયે બે કલાક સુધી ટ્રાફિકજામમાં લોકો અટવાયા હતા. ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાનું કારણ રોડ પર એક ટ્રક બંધ પડી ગયા હોવાની માહિતી મળી હતી.

આજોરોજ જેતપર-પીપળી (Jetpar-Pipali road) રોડ પર સવારના સમયે રસ્તે પસાર થતો ટ્રક બંધ પડી જતા ટ્રાફિકજામ રહ્યો હતો. સવારના સમયે જ્યારે મજૂરો અને માલિકો સહિતના લોકો કામ પર જવા નિકળા હોય ત્યારે આમ પણ ટ્રાફિક હોય છે પણ આજરોજ રીતસર બે કલાકે લોકો બહાર નિકળા તેવો ટ્રાફિક સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સીરામીક ઉદ્યોગની ફેક્ટરીઓને કારણે ભારે વાહનોની અવર-જવર સતત રહેતી હોય છે. ત્યારે આ રોડ પર વરસાદમાં પડેલા ગાબડા ભરાવનું સમારકામ ચાલી રહ્યું છે. અને આ રોડ પર ટ્રક બંધ પડતા વધારે અવરોધ પેદા થયો અને ટ્રાફિકજામ થતા બે કલાક વાહન વ્યવાહ થંભી ગયો હતો. કેટલાક ટ્રાફિકમાંથી પસાર થતા નગરજનોના મતે મહામહેનતે વાહનનોની લાંભી કતારોમાંથી બહાર નીકળ્યા હતા અને બે કલાકથી આ સ્થિતી રહી હતી.

વધુ વાંચો- માળિયામાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની ભરતીની મહત્વની માહિતી: મોરબી

વધુ વાંચો- માલિક શોધી મોબાઈલ પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ આપતી મોરબીની યુવતી

Must Read