Homeગુજરાતમોરબીપાણીના ભરાવાથી ત્રાહિમામ રોહીદાસપરાના લત્તાવાસીઓની નગરપાલિકાને રજૂઆત: મોરબી

પાણીના ભરાવાથી ત્રાહિમામ રોહીદાસપરાના લત્તાવાસીઓની નગરપાલિકાને રજૂઆત: મોરબી

-

મોરબી : વરસાદ આવે અને તંત્રની બેદરાકારી છતી ન થાય તો સરકારી તંત્ર ન કહેવાય તેવી સ્થિતી મોરબીના રોહિદાસપરાની છે. રોહીદાસપરામાં વરસાદ બાદ દિવસો સુધી પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાતા લોકોએ આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

મોરબી (Morbi)ના વીસી ફાટકથી રોહીદાસપરા સુધીના માર્ગ પર વરસાદ વરસે એટલે પાણી ભરાય જાય છે. આ પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા નહીં હોવાથી ત્યાં પાણી દિવસો સુધી ભરાયેલું રહે છે. બાદમાં ગંદા પાણીમાં મચ્છરોનું સામ્રાજ્ય ખડું થાય અને રોગચાળાની ભીતી પેદા થાય છે. જેના કારણે લત્તાવાસીઓ ત્રાહિમામ છે અને તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે.

લત્તાવાસીઓએ ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને રજૂઆત કરી જણાવ્યું કે, વીસી ફાટકથી રોહીદાસપરા (Rohidaspara) સુધી રોડ પર વરસાદ પડે ત્યારે ગોઠણ ડુબ પાણી ભરાય છે અને બાદમાં કિચડ ગંદકી થાય છે. આ સ્થિતીમાં મચ્છરજન્ય રોગ જેવા કે મેલેરીયા અને ડેન્ગ્યુનો ખતરો લોકો પર સતત તોળાતો રહે છે. આ રસ્તા પર નિયમીત રીતે સફાઈ પણ નથી થતી અને દિવસો સુધી પાણી ભરેલા રહે છે.

રોડ પર ભરાયેલા પાણીથી રાહદારીઓ પણ ત્રસ્ત થાય છે અને રહીશો પણ મુશ્કેલીમાં મુકાય છે. રજૂઆત કરતા લત્તાવાસીઓએ માગણી કરી કે, તાત્તકાલીક ધોરણે આ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે અને રોડ રસ્તા સ્વચ્છ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જેથી નાગરિકોને પડતી મુશ્કેલી અને રોગ ચાળાનો ભય ઘટાડી શકાય.

વધુ વાંચો- 24 કલાક વીજળીના દાવા વચ્ચે જામનગરના કારખાનેદારોની મંત્રી રાઘવજી પટેલને વીજ ધાંધીયાની કરી રજૂઆત

Must Read