Homeગુજરાતમોરબીલાતી પ્લોટમાં બિસ્માર રસ્તા પર રિક્ષા પલ્ટી જતા ચાલક ઈજાગ્રસ્ત : મોરબી

લાતી પ્લોટમાં બિસ્માર રસ્તા પર રિક્ષા પલ્ટી જતા ચાલક ઈજાગ્રસ્ત : મોરબી

-

મોરબી સમાચાર : વરસાદ બાદ મોરબી (Morbi)ના કેટલાક વિસ્તારોની હાલત ખુબ જ ખરાબ છે. કેટલાક વિસ્તારમાંથી પ્રજાએ રજૂઆતો કરી અને રસ્તા અને ગંદકી મામલે તંત્રને અવગત પણ કર્યું છે. છતાં પણ તંત્ર જાણે નિદ્રામાં હોય તેવી સ્થિતી જોવા મળી રહે છે. જેના કારણે લાટી પ્લોટમાં ખાડા અને કીચડથી ભરપુર રસ્તા પર રિક્ષા ગોથું ખાઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટના શેરી નંબર 7માં આજરોજ તારીખ 30 જૂલાઈએ રિક્ષા પલ્ટી ગઈ હતી. રસ્તા પર રહેલા ખાડઓ અને કીચડ ગમે ત્યારે અકસ્માત સર્જવા માટે પુરતા હોય તેવું નગરજનોનું માનવું છે. રિક્ષા પલ્ટી જતા રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી હતી.

વધુ વાંચો- વિધિથી ડબલ રૂપિયા કરતી ટોળકી પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો કારસ્તાનનો પર્દાફાશ

રિક્ષા પલ્ટી જતા સ્થાનિકો દ્વારા રિક્ષા ચાલકને બહાર કાઢી રિક્ષા બેઠી કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં પહેલેથી રહેલો રોષ વધારે ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકો દ્વારા માગણી ઉઠવા પામી હતી કે નગરપાલિકા તાત્કાલીક લાતી પ્લોટ તરફ તંદ્રામાંથી બહાર આવી નજર કરે અને પ્રજાને પીડામાંથી મુક્તી અપાવે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...