Homeગુજરાતમોરબીમોરબીના આ બે રોડ થશે ફોર ટ્રેક ટેન્ડર મંજૂર કરી ઈજારો આપી...

મોરબીના આ બે રોડ થશે ફોર ટ્રેક ટેન્ડર મંજૂર કરી ઈજારો આપી દેવાયો

-

મોરબી : મોરબી જિલ્લાના સીરામીક ઝોન મોરબી-જેતપર, અણીયારી રોડ તેમજ મોરબી-હળવદ હાઈ વે ફોર ટ્રેક બનાવવા માટે હવે સરકારી મંજૂરી મળી ગઈ હતી. મોરબી જિલ્લાના લોકો આ રસ્તાઓની બિસ્માર હાલતને કારણે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યાં છે, ત્યારે હવે નવો ફોર ટ્રેક રોડ બનવાની મંજૂરી મળ્યા બાદ હવે ટેન્ડર પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે અને ટેન્ડર મંજૂર પણ કરી દેવાયા છે. જેના પગલે મોરબી જિલ્લાના લોકોને રાહત મળશે તેવી આશા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-જેતપર રોડ (Morbi Jetpar Highway) નિર્માણનું કામ એન. એસ. ખુરાના નામની કંપનીને મળ્યું છે. જ્યારે મોરબી-હળવદ (Morbi Halvad Highway)ના માર્ગનું નિર્માણનું કામ પરફેક્ટ કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવ્યું છે. હાલની ધારણા મુજબ જો કામ થાય તો ઓગસ્ટના અંત ભાગ સુધીમાં કાર્ય શરૂ થઈ જાય તેમ છે.

મોરબી-જેતપર તેમજ મોરબી-હળવદ ફોર ટ્રેક રોડ (Four Track Road) માટે આજે ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાં મોરબી-જેતપર રોડનું ટેન્ડર એન.એસ. ખુરાના નામની કંપનીને લાગ્યું છે. 114.90 કરોડમાં બહાર પાડેલું ટેન્ડર 23 ટકા અબોવ 141.89 કરોડમાં લાગ્યું છે. જ્યારે મોરબી-હળવદ રોડનું ટેન્ડર પરફેક્ટ કંપનીને લાગ્યું છે. મોરબી-હળવદ રોડ બનાવવાનું ટેન્ડર 170 કરોડનું હતું જેમાં 15 ટકા પ્લસમાં એટલે કે 197 કરોડમાં આપવામાં આવ્યું છે.

માર્ગ નિર્માણના આ કામ માટે બહાર પાડેલા ભાવ કરતા ઊંચા ભાવના ટેન્ડર મામલે લોખંડ઼ અને સિમેન્ટના ભાવ વધારાને માનવામાં આવે છે. અન્ય કંપનીઓની સરખામણીએ આ બંને કંપનીઓના ભાવ નીચા મળતા ટેન્ડર તેમને આપવામાં આવ્યા છે. આમ હવે આ બંને કંપનીઓને કામ સોંપી રોડ નિર્માણના કામને આગળ ધપાવાશે. સત્તાવાર સુત્રોની ધારણા મુજબ રોડનું કામ ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થઈ શકે તેમ છે. તેમજ દબાણ હટાવવા માટે અને રસ્તા પર પસાર થતા પોલ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો- ખાનગી ડૉકટર્સની હડતાળ સરકારી હોસ્પિટલના સ્ટાફે ભારણ વધવા છતાં ખુબ સારી રીતે જવાબદારી નિભાવી: જામનગર

Must Read