Homeગુજરાતમોરબીસોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 28 ઓગસ્ટ સુધી બંધ કરવાનો નિર્ણય રદ્દ

સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 28 ઓગસ્ટ સુધી બંધ કરવાનો નિર્ણય રદ્દ

-

રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા તારખ 28 ઑગસ્ટ સુધી દર શનિવાર અને રવિવારના રોજ રદ્દ કરાયેવાનો નિર્ણય પરત ખેંચવામાં આવ્યો છે. આ નિર્ણય પરત ખેંચવામાં આવતા સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ યથાવત રીતે ચાલશે.

રાજકોટ રેલવે ડિવિઝનના સિનિય DCM અભિનવ જેફે અખબારી યાદી પ્રસિધ્ધ કરી માહિતી આપી હતી કે, તારીખ 28 ઑગસ્ટ સુધી શનિ-રવિવારના રોજ રદ્દ કરવામાં આવેલી સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પુનઃ શરૂ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ જેને 23મી જુલાઈથી 28મી ઓગસ્ટ, 2022 સુધી દર શનિવાર અને રવિવારે ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી, આ બંને ટ્રેનો હવે તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.

સાથે જ જણાવાયું છે કે, ઉપરોક્ત બંને ટ્રેનો નિયમિત સમયપત્રક મુજબ દોડશે. ટ્રેનના સંચાલન સબંધિત વધારે લેટેસ્ટ હિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ન થાય.

વધુ વાંચો- સુરતમાં નારિયેળીના વેપારીએ સસ્તામાં સોનું લીધુ પછી શું થયું જાણો…

Must Read