Homeરાષ્ટ્રીયતાજા સમાચાર- પ્રધાનમંત્રી મોદીએ ઝેલેન્સ્કી સાથે આ બાબતે કરી ટેલિફોન પર વાત

તાજા સમાચાર- પ્રધાનમંત્રી મોદીએ ઝેલેન્સ્કી સાથે આ બાબતે કરી ટેલિફોન પર વાત

-

આજના તાજા સમાચાર ગુજરાત, રશિયા યુક્રેનના સમાચાર : રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ Russia Ukraine Conflict ચાલી રહ્યું છે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફોન કોલ લગભગ 35 મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ગહન ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદી PM Narendra Modi એ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. મોદીએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને યુક્રેનના સુમી ખાતે ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારના સતત સમર્થનની માંગ કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ ઝેલેન્સ્કી સાથે આ બાબતે કરી ટેલિફોન પર વાત -આજના તાજા સમાચાર ગુજરાત

ઉલ્લેખનીય છે કે, અગાઉ બુધવારના રોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. જેમાં તેમણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમઓ અનુસાર- બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી હતી, ખાસ કરીને ખાર્કિવમાં જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે.

તેમણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી. પુતિન સાથે પ્રધાનમંત્રીની વાતચીત ત્યારે થઈ જ્યારે મોદી અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

નોંધનીય છે કે, ભારતીય વિદેશ મંત્રાલયે ખાતરી આપી છે કે તમામ પ્રતિકૂળ સંજોગો છતાં, ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક નાગરિકને સુરક્ષિત રીતે પરત લાવશે.

દેશ વિદેશના વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લીક કરી સત્યમંથન ફેસબુક પેજને લાઈક કરો.

Must Read